Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

વડિયાના અરજણસુખ ગામે દીપડોનો વ્યકિત પર હુમલો

વડિયા, તા.૫: વડિયાના અરજણસુખ ગામે રહેતા રણજીતભાઇ જસમતભાઈ રાઠોડ દેવિપુજક આજે બપોરના સુમારે પોતાના પશુઓ માટે સિમ વિસ્તારમાં ઘાસ ચારો લેવા માટે ગયેલ તે સમયે કાંટાની જાળી માથી અચાનક ખુંખાર દીપડાએ ત્રાડ મારી હુમલો કરતા અને હાથ પર બચકું ભરતા રણજીતભાઇ રાડે રાડ નાખવાનુ શરૂ કર્યું બાદમા દીપડાએ ત્યાં થી ચાલતી પકડી હતી ત્યારે વાડી વાળા અમુક લોકો એકઠા થઇ ગયા બાદમાં તુરંત વડિયા ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ મારફત વડિયા સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જો કે જાણવા મળતી વિગતો અનુસાર વડિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો આટા ફેરા મારતો હોવાની વાત સામે આવેલછે બે ચાર દિવસ પહેલા વડિયાના ખડખડ ગામે પણ જોવા મળ્યો હતો દીપડાના આટા ફેરા થી રાત્રિના સમયે વાડીએ જતા ખેડૂતોમા પણ ફફડાટ ફેલાયો છે.(૨૨.૩)

(11:44 am IST)