Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

પાટડી પંથકની પરિણિતાના આપઘાત કેસમાં દિયરની જામીન અરજી રદ્દ

પાટડી તા. ૫ : પાટડી તાલુકાનાં સવલાસ ગામે રહેતી પરિણીતાએ પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. જેમા પતિ, સાસુ, નંણદ અને દિયર સામે ફરીયાદ થઇ હતી. જેમાં દિયરે જામીન અરજી કરતા ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં ન્યાયધીશ દ્વારા આરોપી દિયરની જામીન પર મુકત થવાની અરજી નામંજુર કરાઇ હતી.ઙ્ગ

પાટડીના સવલાસ ગામે રહેતા શ્રધ્ધાબેનને દ્વારા સાસરીયાના ત્રાસને લઈને પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક શ્રધ્ધાબેનના ભાઈએ પતિ, દિયર, સાસુ અને નણંદ સામે ઘરકામ બાબતને લઈને ત્રાસ આપી પરિણીતાને મરવા માટે મજબુર કર્યાની પાટડી પોલીસે ફરીયાદ નોંધાવતા ચારેય આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.

આરોપી રંજનબેન ઠાકોર અને ગૌરીબેન ઠાકોર દ્વારા ચાર્જસીટ બાદ ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરાતા નામંજુર કર્યા હતા. ત્યારબાદ દિયર બાબુભાઈ ઠાકોર દ્વારા જામીન અરજી કરાઈ હતી. આથી એફઆઈઆરની નકલ, અધિકારી દ્વારા રજુ કરાયા હતા.

આરોપી વિરૂદ્ઘનું સોગંદનામુ, પોલીસના તપાસના કાગળો અને ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટના સરકારી વકીલ વાસુદેવભાઈ એચ. ભટ્ટની દલીલોને ધ્યાનમાં લઈ એડિશનલ સેશન્સ જ્જ એસ.એમ પુરોહિત દ્વારા આરોપી બાબુભાઈ ઠાકોરની જામીન નામંજુર કરી હતી.(૨૧.૧૭)

 

(11:42 am IST)