Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કેન્દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી ભ્રામક જાહેરાતોથી ખેડૂતો નિરાશ સ્વામીનાથન ભલામણનો સ્વીકાર થયો નથી : ડાયાલાલ ગજેરા

 ઉપલેટા તા.પ : તા.૧ ફેબ્રુઆરીના રોજ દેશનું વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ થયુ. આ બજેટ રજૂ કરનાર કાર્યવાહક નાણામંત્રી દ્વારા ખેડુતલક્ષી ભ્રામક જાહેરાતો કરવામાં આવી છે. કોઇ નકકર માંગ અંગે નાણાની ફાળવણી કરવામાં આવી નથી. દેશના ખેડૂતો ચૂંટણી પુર્વે રજૂ થતા બજેટમાં દેવા નાબુદી થશે અને સ્વામીનાથન સમિતિની ભલામણોનો સ્વીકાર થશે એવી આશા રાખી રહ્યા હતા પરંતુ સરકારે ખેડૂતોને નિરાશ કર્યા છે તેમ કિશાનસભા પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ જણાવેલ છે.

આર્થિક દેવા નીચે દબાયેલ ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તેના અંગે સરકારની ગલત નિતીઓ જવાબદાર છે લોકસભાની ચુંટણી વખતે મોદી સેંકડો સભાઓમાં ખેડૂતોને પુરતા અને પોષણક્ષમ ભાવ આપવા સ્વામીનાથન સમિતીની ભલામણનો અમલ કરીશું અને ખેતપેદાશોની ઉત્પાદન ખર્ચનો દોઢા ભાવ આપવાની જાહેરાત કરેલ હતી પરંતુ આજ દિવસ સુધી અમલ થયો નથી. આથી ખેડૂતોને ખેત પેદાશોના પુરતા ભાવ મળતા નથી.

દેશભરના ખેડૂતોમાં અસંતોષની લાગણી પ્રવર્તે છે. સરકાર સક્ષમ ખેડૂતોએ દિલ્લીમાં વારંવાર રેલીઓ કરીને ખેડુતલક્ષી પ્રશ્નોના ઉકેલ માટે માંગણીઓ કરેલ છે. છતા આજની મોદીના નેતૃત્વની સરકાર નકકર પગલા લેતી નથી તેમ ડાયાભાઇએ જણાવેલ છે.(૪૫.૨)

 

 

(11:36 am IST)