Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

જસદણ તાલુકાના ૨૦ કિ.મી.ના બે રસ્તા માટે ૩૬ કરોડ રૂપિયા મંજૂર

 જસદણ તા.ર : કેન્દ્રના માર્ગ અને મકાન મંત્રીએ જસદણ તાલુકાના બે રસ્તાઓ માટે ૩૬ કરોડ રૂપીયા જેટલી માતબર રકમ મંજુર કરતા જસદણ પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે.

રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી અને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરાએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રના માર્ગ અને મકાન મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ જસદણ થી આટકોટ સુધીના ૫.૬૦ કીમીના રસ્તા માટે રૂપિયા ૧૫.૪૭ કરોડ તેમજ જસદણ અમદાવાદ હાઇવે ઉપરથી પ્રસિધ્ધ તીર્થ ઘેલા સોમનાથ જવા માટે કાળાસર ગામથી ઘેલા સોમનાથ સુધીના ૧૪.૨૦ કીમીના રસ્તા માટે રૂપિયા ૨૧.૩૫ કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

બંને રસ્તાઓ પહોળા રસ્તા બનશે તેમજ અદ્યતન ડામર રોડ ડિવાઇડર સાથે નમૂનેદાર રોડ બનશે તેમ અંતમાં ગુજરાત સરકારની સરદાર પટેલ ભાગી સહભાગી જળસંચય યોજનામાં ચેરમેન ડો.ભરતભાઇ બોઘરાએ જણાવ્યુ હતુ.(૪૫.૫)

 

 

(11:36 am IST)