Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ટંકારાના ધુનડા(ખાન) ગામે રાજકોટ ડી.કો.ઓ. બેંકની શાખાનું મંત્રી રાદડિયાના હસ્તે ઉદ્દઘાટન

ટંકારા તા.પઃ ટંકારા તાલુકાના ધુનડા (ખાન) ગામે રાજકોટ ડી.કો.ઓપ. બેન્ક લી. તથા ધી સ્ટેટ ગુજરાત કો.ઓપ.બેન્ક -અમદાવાદના સંયુકત ઉપક્રમે, રાજકોટ ડી.કો.ઓપ. બેન્કની ૧૯૪મી શાખાનું ઉદ્દઘાટન, બેંકની મંડળીઓની શ્રેષ્ઠ કામગીરીની પ્રોત્સાહક યોજના હેઠળ મોટરસાયકલ ઇનામ વિતરણ, અકસ્માત યોજનાના ચેક વિતરણ સહકારી મંડળીના નવ નિર્મિત મકાનનું લોકાપર્ણ તથા મોરબી-ટંકારા-માળીયા-વાંકાનેર તાલુકાના ખેડૂતોની શિબિર વિગેરે કાર્યક્રમો યોજાયેલ.

રાજકોડ ડી.કો.ઓ. બેંક ધુનડા(ખા) શાખાનું ઉદ્દઘાટન નાફેડના ચેરમેન, કુભકોના વાઇસ ચેરમેન તથા ડીરેકટર શ્રી વાઘજીભાઇ બોડાના વરદ હસ્તે કરાયેલ.

કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ બેન્કમાં પ્રથમ ખાતુ ખોલી પાસબુક સહકારી મંડળીના પ્રમુખ મહેશભાઇ લાલજીભાઇ જીવાણીને સુપ્રત કરી શુભારંભ કરેલ.

ધુનડા(ખા) સહકારી મંડળીના નવનિર્મિત મકાનનું ઉદ્દઘાટન માર્કેટ યાર્ડ મોરબીના ચેરમેન તથા રા.ડી.કો.ઓ. બેન્કના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા દ્વારા ઉદ્દઘાટન કરાયેલ.

આ પ્રસંગે ધુનડા (ખા) સ. મંડળીના પ્રમુખ મુકેશભાઇ જીવાણી તથા કમિટી સભ્યો દ્વારા હાર પહેરાવી કેબીનેટ મંત્રી રાદડિયાનું સ્વાગત કરાયેલ તથા ધુનડા (ખા) ના સરપંચ પ્રાણજીવનભાઇ જીવાણીએ શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી વાઘજીભાઇ બોડાનું સન્માન કરેલ.

અકસ્માત યોજના હેઠળ સભાસદોના મૃત્યું સહાયના રૂ. ૧૦ લાખ તથા પ લાખના ચેકો પરિવારના સભ્યોને સુપ્રત કરાયેલ.

આભારવિધિ જાકાસણી સાહેબ વાંકાનેર દ્વારા કરાયેલ.

આ પ્રસંગે અમુભાઇ વિડજા, મોરબી યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા, ઇફકોના ચેરમેન વાઘજીભાઇ બોડા, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા વિગેરેએ પ્રસંગોચીત પ્રવચન કરેલ.

કાર્યક્રમમાં ધારાસભ્ય લલિતભાઇ કગથરા, ડીરેકટર ઘનશ્યામભાઇ ખાટરીયા, રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ પ્રવિણભાઇ રૈયાણી, મહિલા દુધ ઉત્પાદક સંઘના હંસાબેન વડાવીયા ડીરેકટર દલસુખભાઇ પટેલ, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ગોવિંદભાઇ રાણપરીયા, ઉપપ્રમુખ દિલુભા ઝાલા, ડીરેકટરો પ્રાણજીવનભાઇ ડાવર, રસુલભાઇ કડીવાર, ઇસ્માઇલભાઇ બાદી, બાબુભાઇ વિસાડીયા, ગણેશભાઇ ડાકા, મનહરભાઇ બાવરવા, ટપુભાઇ ડાકા તથા વાઇસ ચેરમેન ભવાનભાઇ સહિત અનેક મહાનુભાવો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

મોટર સાયકલ વિતરણ

રાજકોટ ડી.કો.ઓપ.બેન્ક સાથે સંયોજીત ખેતી વિષયક મંડળીઓની શ્રેષ્ઠ કામગીરી અન્વયે વિજેતા ૧૧ મંડળીઓને હીરો મોટર સાયકલ ઇનામમાં અપાયેલ.

ગૃપ (૧) સાણથલી જુથ સ.મંડળી, ઉકરડા સ.મંડળી, નવાસાદુળકા સ.મંડળી ને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના વરદ હસ્તે મોટર સાયકલ અપાયેલ.

ગૃપ (ર) માં નેસડા (ખાન) સ.મં. વાઘપર સ.મંડળી, (૩) પાલડી જુથ સહકારી મંડળીને મગનભાઇ વડાવીયાના વરદ હસ્તે તથા ગૃપ (૩) માં દેવધરી સ.મંડળી, ડુંગરકા સહકારી મંડળી તથા પ્રગતિશીલ મંડળી જસદણને વાઘજીભાઇ બોડાના હસ્તે મોટર સાયકલ અપાયેલ.(૧.૮)

 

(11:35 am IST)