Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ટંકારાની લાઇફ લીંકસ શાળામાં વિદ્યાર્થીને મારવાના ગુન્હામાં શાળા સંચાલક સહિત ૫ની ધરપકડ : શૈક્ષણિક કાર્ય ચાલુ

મોરબી તા. ૪ : મોરબીઃ જિલ્લાના ટંકારાની લાઇફ લીંકસ શાળામાં વિદ્યાર્થીને સંચાલક-ચાર શિક્ષકો દ્વારા માર મારવાના પ્રકરણમાં ટંકારા પોલીસ દ્વારા શાળાના સંચાલક સહિત પાંચની એસ્ટ્રોસિટી-માર મારવાના ગુનામાં ધરપકડ કરાઇ છે. લાઇફ લીંક વિદ્યાલયના સંચાલક જયંતિભાઇ બારૈયા સહિતના પાંચને લોકઅપમાં બંધ કરી દેવાયા છે.

ટંકારાની લાઈફ લીંકસ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને પગલે થયેલી ફરિયાદ બાદ શાળા સંચાલકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તમામ શાળાઓએ શનિવારે બંધ પાળી આવેદન પાઠવ્યું હતું જોકે તંત્ર દ્વારા યોગ્ય તપાસની ખાતરી બાદ સોમવારથી રાબેતા મુજબ તમામ શાળા ચાલુ રહેશે.

ટંકારા તાલુકાની લાઈફ લિંકસ વિદ્યાલયમાં શાળા સંચાલક અને શિક્ષકો વિરૂદ્ઘ નોંધાયેલ અઙ્ખટ્રોસિટી એકટનાં વિરોધમાં મોરબી શાળા સંચાલક મંડળ દ્વારા તમામ શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખેલ હતું, તેમજ મોરબી જીલ્લા કલેકટર, જીલ્લા એસ.પી., જીલ્લા શિક્ષણ અધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન આપેલ અને રજુઆત કરી હતી અને તમામ અધિકારીઓ દ્વારા શાળા સંચાલક મંડળની રજૂઆતને પોઝિટિવ લઇને આ ઘટનામાં યોગ્ય તપાસ કરી, સમાધાનકારી વલણ અપનાવવાની ખાતરી આપેલ છે. અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ શિક્ષણકાર્ય શરૂ કરવા અપીલ કરેલ છે. જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી બોર્ડના વિદ્યાર્થીનો અભ્યાસ ન બગડે એ હેતુથી સોમવારથી તમામ શાળામાં રાબેતા મુજબ અભ્યાસ શરૂ કરી દેવામાં આવશે તેમ શાળા સંચાલક મંડળ દ્વારા જણાવ્યું છે.(૨૧.૨૧)

(4:03 pm IST)