Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ

વિકાસ કમિશ્ર્નરના આ નિર્ણય કાનુની જંગ બનવાની પણ શકયતા

જામનગરમાંથી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં મતદારોએ એક પણ પક્ષને બહુમતિ ન આપતા ભાજપ કોંગ્રેસ વચ્ચે સત્તાના સૂત્રો કબ્જે કરવા કસમકસ જોવા મળી હતી. પ્રથમ ટર્મમાં ભાજપાને 12 અને કોંગ્રેસને 8 બેઠક તેમજ અપક્ષને ફાળે 3 બેઠકો ગઇ હતી. જેને લઇને સત્તા માટે ભાજપાએ પ્રથમ ટર્મમાં તોડ જોડ કરી સત્તા અંકે કરી હતી પરંતુ બીજી અઢી વર્ષની ટર્મમાં કોંગ્રેસે ભાજપના એક મહિલા સદસ્ય રેખાબેન ગોરીયાને પોતાની તરફ ખેંચી લઇ પ્રમુખ પદ આપી સત્તા અંકે કરી હતી. જેની સામે ભાજપે વાંધો લઇ વિકાસ કમિશ્ર્નર સમક્ષ પક્ષાંતર ધારા હેઠળ પગલાં ભરવાની માંગણી કરી હતી.


આ રજૂઆત બાદ વિકાસ કમિશ્ર્નર હાલના પ્રમુખ રેખાબેન ગોરીયાને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા છે. આ નિર્ણયને લઇને વધુ એક વખત દ્વારકાના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ગરમાવો આવ્યો છે. જો કે વિકાસ કમિશ્ર્નરના આ નિર્ણય કાનુની જંગ બનવાની પણ શકયતા ઓ સેવાઇ રહી છે

(10:28 pm IST)