Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

જેતપુરમાં કારખાનાના કારીગરોને મારમારી સોહિલ ૪ મોબાઇલ-રોકડ લૂંટી ગયો

જેતપુર તા.પ : શહેરના ધારેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પટેલ ડાઇંગ નામના સાડીના કારખાનામાં રહેતો મહમદ કલામ યાસીન મન્સુરી તેમજ અન્ય કારીગરો ઓરડીમાં હતા ત્યારે સોહીલ રફીક તરકબાણા (રહે.ગોંડલ દરવાજા), આજ કારખાનામાં કામ કરતો હોય ઓરડીમાં ઘુસી કલામ સહિતનાને ગાળો આપી મારી તેમની પાસેથી મોબાઇલ-૪, કિ.રૂ.૧૪૦૦૦ તેમજ રોકડ રૂ.૧ર૦૦ મળી કુલ રૂ.૧પ,ર૦૦ના મુદામાલની લુંટ ચલાવી નાસી છુટેલ. આ અંગે ચો.કલામે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા સોહીલ તરકબાણાને પકડી પાડવા સીટી પીઆઇ એમ.એન.રાણાએ ચક્રોગતિમાન કર્યા છે..

(4:15 pm IST)