Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ભુજના આડેસર પાસે હાઇવોલ્‍ટેજ વીજ લાઇનમાં અથડાતા ૪ ફલેમીંગોના મોત

ધોરાડ-ફલેમીંગો જેવા પક્ષીઓ માટે કચ્‍છમાંથી વીજવહન કરતી હાઇવોલ્‍ટેજ વીજ લાઇનો બની જોખમી

 ભુજ તા. પ : વિકાસ ઘણી વખત કુદરત અને પ્રકૃતિજ માટે ઘાતક બને છે. કચ્‍છમાં વીજ ઉત્‍પાદન કરતી વીજ કંપનીઓની હાઇવોલ્‍ટેજ વીજ લાઇનો પક્ષીઓ માટે ડેથ વોરંટ બની રહી છ.ે

ફરી એકવાર રાપરના આડેસર નજીક બામણસર પાસે વીજલાઇનમાં ભટકાતા ૪ ફલેમીંગો પક્ષીનો મોત નીપજયા છે આ ઘટનાને આરએફઓ લાલુભા જાડેજા તેમજ પૂર્વ કચ્‍છ વન વિભાગે સમર્થન આપ્‍યું છ.ે જોકે વન વિભાગ ફરી વાર ઇન્‍સ્‍યુલેટેડ વીજલાઇનની વાત કરી છે.

પરંતુ આથી અગાઉ રાપર આડેસરના આ વિસતારમં જ ૩૬ ફલેમીંગો તેમજ પヘમિ કચ્‍છના નલીયા વિસ્‍તારમાં અલભ્‍ય એવા ધોરાડ ગ્રેટ ઇન્‍ડીયન બસ્‍ટાર્ડ પક્ષીઓના મોત હાઇટેન્‍શન વીજ લાઇનના કારણે થઇ ચુકયા છે ઘટના સમયે તંત્ર અને સરકાર દોડેછે. જાહેરાતો કરે છે. પણ પછી કંઇ થતું નથી.

(1:40 pm IST)