Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

કાલે પ્રભારી પાટણમાં કોળી સમાજના સમુહલગ્નોત્સવમાં ૩૮ યુગલો ભાગ લેશે

પ્રભાસપાટણ તા. ૫: શ્રી વેરાવળ તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રભાસપાટણ આયોજીત આઠમા સમુહલગ્નનું તા.૬ને મંગળવારે સોમનાથ ટ્રસ્ટના સદભાવના ગ્રાઉન્ડમાં આયોજન કરવામા આવેલ છે. આ સમુહલગ્નમાં  ૩૮ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.

આ તકે મંગલ અવસરોમા દિપપ્રાગટ ૯.૩૦, જાનઆગમન (જાનનુ સામેૈયુ) ૧૦ કલાક,ે કન્યા કુમાર અરસ-પરસ સન્માન ૧૦.૨૫, હસ્તમેળાપ ૧૧.૦૦, ભોજન સમારંભ બપોરે ૧૧.૩૦ થી ૩, કોળી સમાજના નવા લાગેલા ૧૪ કર્મચારીનુ સનમાન ૧.૩૦ કલાકે દાતાઓનુ સન્માન ર કલાકે, ભુદેવો દ્વારા આર્શિવચન ૨.૩૦ અને લગ્ન રજીસ્ટ્રેશન કાર્ડ વિતરણ-બપોરના ૩ કલાકે કરીયાવરનુ વિતરણ ૩.૩૦ કલાકે કન્યા વિદાય-૪ કલાકે થશે.

આ તકે મુખ્ય મહેમાનોમા સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસામા, ઇન્ડિયન રેયોન અને ગ્રાસીમ  ઇન્ડસ્ટ્રીઝના યુનિટહેડ એચ.એસ.ડાંગર, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, જસણદના ધારાસભ્ય કુવરજીભાઇ બાવળીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, જી.પ.ના. પ્રમુખ બાબુભાઇ વાજા, અખિલ ભારતિય કોળી સમાજ મંત્રી મુનુભાઇ ચાવડા, જીલ્લા કોળી સમાજ પ્રમુખ કાનાભાઇ વસાભાઇ ગઢીયા, પૂર્વ કેબીનેટ મંત્રી ચંદ્રીકાબેન ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ જોરા, પૂર્વધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઢીયા, ધે.કો.સ. મેનેજીંગ  ટ્રસ્ટી કાનાભાઇ બામણીયા, મહંત કરશનદાસ બાપુ, પટેલ ખારવા સાગરપુત્ર ફાઉન્ડેશન લખમણભાઇ ભેસલા, નગરપાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, જીલ્લા બી.જે.પી. મહામંત્રી હિતેશભાઇ ફોફંડી હાજરી આપશે.(૧૧.૯)

(12:20 pm IST)