Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

પડધરીના મોવૈયાની વડીલોપાર્જીત ખેતીની જમીન સંબંધેનું હુકમનામુ રદ કરવાનો દાવો રદ

રાજકોટ, તા. પ :  રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ગામ મોવૈયાની વડીલોપાર્જીત ખેતીની જામીન સંબંધે ફ્રોડથી થયેલ હુકમનામું રદ કરવા થયેલ દાવો સિવિલ કોર્ટે રદ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામ મોવૈયાની વડીલોપાર્જીત ખેતીની જમીન આવેલ હતી જે જમીન સંબંધે સ્વ. નારણભાઇ હંસરાજભાઇ પટેલના વારસદારએ તેમના જ કાકા/મોટા બાપુજી ડાયાભાઇ હંસરાજભાઇ મુંગરા વિરૂધ્ધ વડીલોપાર્જીત ખેતીની જમીનમાંથી હિસ્સો મેળવવા અંગેનો દાવો કરેલ છે. જે દાવામાં પક્ષકારોને ઘર મેળે સમાધાન થયેલ અને સમાધાનના ભાગરૂપે મુળ વાદી સ્વ. નારણભાઇ હંસરાજભાઇ પટેલના વારસાદરોને સાડા ત્રણ વિઘા જમીન આપવાનું નકકી થયેલ અને તે મુજબનું કોર્ટમાં કરારદાદી હુકમનામું કરાવવામાં આવેલ હતું.

સદરહું કરારદાદી હુકમનામું કોર્ટ સમક્ષ કરવામાં આવેલ જેમાં કોર્ટે રેકર્ડ પરનાં પક્ષકારો તથા તેના એડવોકેટોની હાજરીમાં થયેલ કરારદાદી હુકમનામું પક્ષકારોએ સ્વેચ્છાએ સમજી વિચારી વાંચીને કરેલ છે તેની કબુલાત અદાલતમાં આપતા અદાલતે કરારદાદી હુકનામા અન્વયે હુકમ કરેલ. પરંતુ ત્યારબાદ મુળ પ્રતિવાદી ડાયાભાઇ હંસરાજભાઇ તથા મનસુખભાઇ ડાયાભાઇની નિયત ફરતા જમીન આપવી ન પડે તેવો ઇરાદાથી રાજકોટના ચોથા અધિક સીવીલ જજશ્રી શર્મા મેડમ સમક્ષ એવી તકરાર ઉત્પન્ન કરવામાં આવેલ કે સ્પે. દિ. કે. નં. ૧૬પ/ર૦૧રના કામમાં જે કરારદાદી હુકમનામું કરવામાં આવેલ છે તે લલચાવી, ફોસલાવી ફોડથી કરવામાં આવેલ છે. જેથી આ હુકમનામું રદ કરવા તથા તેને આનુસાંગિક દાદ મેળવતો દાવો  દાખલ કરેલ હતાં.

અદાલત સમક્ષ રજૂ થયેલ તકરાર તથા તકરારના સમર્થનમાં રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા તેમજ નામાદર ગુજરાત હાઇકોર્ટની વિવિધ ઓથોરીટીઓ ધ્યાને લઇને અદાલતે એવું જયુ.ડીશ્યલ ફાઇન્ડીંગ આપેલ કે સ્પે.દિ. કે. નં. ૧૬પ/ર૦૧રના કામમાં જે કરારદાદી હુકમનામું થયેલ છે તે ફોડથી થયેલ નથી. પક્ષકારોની સંમતિથી જ થયેલ છે તેમ માની સદરહું દાવો રદ કરતો હુકમ કેરલ છે.

આ કામના પ્રતિવાદી સ્વ. નારણભાઇ હંસરાજભાઇ પટેલના વારસદારો તરફે રાજકોટના એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા તથા પ્રતિવાદી નં.રના નાનજીભાઇ હંસરાજભાઇ પટેલ વતી એડવોકેટ ડી.એચ. સિદ્ધપુરા રોકાયેલ હતા. (૯.પ)

(12:14 pm IST)