Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ગોંડલમાં મગફળીનો જથ્થો નહી પરંતુ કચરો બાળીને ભાજપે કરોડોની કાળી કમાણી કરીઃ કોંગ્રેસનો આક્ષેપ

તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપ સોજીત્રાની રજુઆત

ગોંડલ, તા., ૫: ગોંડલ રાજકોટ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપભાઇ સોજીત્રાનો સણસણતો સવાલ એ આગ કબ બુજેગી મગફળીની ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થવાની ખાતરી આપતા દિલીપભાઇ સોજીત્રાએ જણાવ્યું કે તા.૩૦-૧-૧૮ના રોજ ગોંડલ શહેરના ઉમવાડા રોડ ઉપર આવેલ ગોડાઉનમાં બપોર બાદ લાગેલી ભીષણ આગ જેમાં અનેક સહકારી મંડળીઓ દ્વારા સરકારના ટેકાના ભાવની ખરીદી કરેલ મગફળીનો કરોડો રૂપીયાનો સ્ટોક હોય તેમજ લાખો ગુણીનો જથ્થો બળીને ખાખ થયેલ છે. પરંતુ મગફળીનો જથ્થો નહિ પરંતુ કચરો અને ધુળ બળીને ભાજપના મોટા માથાઓ દ્વારા કરોડોની કાળી કમાણી કરવાનું કારસ્તાન છે.

દિલીપ સોજીત્રાએ જણાવ્યું કે આ ગોડાઉન બેંકના કબજામાં હોય બેંક દ્વારા સરકારને ભાડે આપવામાં આવેલ છે. ત્યારે એજન્સી દ્વારા સીકયુરીટી કોન્ટ્રાકટ આપેલ શોય છતા પણ એક જ સીકયુરીટી હાજર હોય જેની તપાસ કરતા તથ્ય જોવા મળશે ત્યાર પછી આગ લાગ્યાના સમયથી ફાયર બ્રિગેડ પહોંચવાના વિલંબના કારણો પુછવાથી પણ મોટા નુકશાનનું તથ્ય જોવા મળશે ત્યાર પછી આગ લાગ્યાના સમયથી ફાયર બ્રિગેડ પહોંચવાના વિલંબના કારણો પુછવાથી પણ મોટા નુકશાનનું તથ્ય જાણવા મળશે તેમજ ફાયર બ્રિગેડ પહેલા તો પોલીસ સ્ટાફ તથા એસઆરપી જવાન પહેલા પહોંચેલા જેઓને જાણ કરનારની પુછપરછ કરવાથી પણ તથ્ય જાણવા મળશે. બનાવના સ્થળની પુછપરછ કરવાથી પણ તથ્ય જાણવા મળશે બનાવના સ્થળની આજુબાજુમાં ગોંડલની બે મોટી સંખ્યાઓ રામનાથ ધામ મંદિર તથા ઓકસફોર્ડ સ્કુલ બન્નેના સીસીટીવી કેમેરાના ફુટેજ જોવાથી પણ તથ્ય જાણવા મળશે તેમજ રાજકોટ જીલ્લાની તથા આજબાજુના વિસ્તારની સહકારી સંસ્થાઓ જેના દ્વારા મગફળી ખરીદ કરવામાં આવેલ હતી તે ભાજપ શાસીત હોય જેમાં મગફળીની જગ્યાએ ધુળ કાંકરી ફોતરા વગેરેનો મિલાવટ થયેલ હોય જીલ્લા કલેકટર વિક્રાંત પાંડે તેમજ આઇએએસ અધિકારી દ્વારા ચેકીંગ કરેલ જેમાં ભ્રષ્ટાચાર પાર દર્શક થયેલ તે દેખાય આવેલ તેવી જ રીતે આગ પામેલ ગોડાઉનમાં ચેકીંગ  થવા જઇ રહ્યું હતુ ત્યારે આ ભ્રષ્ટાચારના ભુખ્યા તંત્રએ આગ ચોપવાનું કૃત્ય કરેલ હોય જેમાં ભાજપ શાસનના મોટા માથાઓ સંડોવાયેલ હોય તેમજ પચાસથી સાંઇઠ હજાર સ્કેરફુટ ગોડાઉનમાં લાગેલ આગ બુજાવવામાં સાત-સાત દિવસ લાગતા હોય તો રેસીડન્ટ વિસ્તારમાં આગ લાગે તો આનિર્ભર તંત્ર કેવું કામ કરી શકે તે સૌ કોઇ જાણે છે. તેમની કલ્પના કરવી શકય નથી. તેમજ ભ્રષ્ટાચારી ભાજપ સરકારની મગફળી કરતા પણ લોકોના વિશ્વાસને પણ તંત્રએ આગ લગાડેલ છે. તેમજ ભાજપ ના નેતા ઓએ જણાવેલ કે માર્ચ મહિના સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશું ત્યારે મગફળી ખરીદીને સરકારનું એક મોટું ષડયંત્ર છે. ત્યારે મગફળી ખરીદનાર મંડળીઓના જવાબદાર કર્મચારી તથા પ્રમુખો ઉપર ઇન્કવાયરી બેસાડી તપાસ થાય તો ઘણા બધા તથ્યો ખુલા થઇ શકે છે.

તેમજ એકજ સીકયુરીટી મેનથી ચાલતુ કરોડો રૂપિયાનું ગોડાઉન તેનું કારણ શુ? તે અધિકારીઓ પાસે જાણવું જરૂરી છે તેમજ બે દિવસ પહેલા બુજાએલી આગ ફરીથી કેમ લાગી? દોઢ દિવસમાં આગ બુજાય જશે તેવું અધિકારીઓએ જણાવેલ તો કેમ છ-છ દિવસ સુધી આગ ચાલુ છે. ગોંડલ શહેરમાં આઠ દિવસે પાણી મળતું નથી ત્યારે શહેરનું પંદર દિવસનું પાણી આગમાં ઠલવાઇ ગયેલ શહેરનું આશરે ત્રણ લાખ લીટર કરતા પણ વધારે પાણી ઓછું થઇ જવા પામેલ છે.

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા તથા જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ દશ દિવસ પહેલા સરકારને પત્ર લખીને જાણ કરેલ કે આ ખરીદીમાં અનહદ ભ્રષ્ટાચાર થયેલ છે અને જયાં મગફળી રાખેલી છે તે ગોડાઉનો સળ ગાવવામાં આવશે છતા પણ સરકારે કોંગ્રેસી ધારાસભ્યના પત્ર તથા નિવેદનો તથા પત્રને નજર અંદાજ કરવા પાછળનું કારણ શું? તે પણ શંકાના દાયરામાં છે તેમજ વિશેષમાં દિલીપભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું કે તટસ્થ તપાસ નહી થાય તો આવા અનેક ગોડાઉનમાં આગ લાગશે અને છેલ્લે ઘીના ઠામમાં ઘી પડી જશે.

છતાય પ્રજાને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આગમાં ખાલી ફોતરા અને કાંકરાજ બળેલ છે. મગફળી તો બજારમાં આવી ગયેલ છે. ત્યારે ભ્રષ્ટાચાર એકદમ ખુલ્લો પડી ગયેલ છે. બે દિવસ પહેલા એક ટીવી ડીબેટમાં ભાજપના જ બે આગેવાનો દિલીપ સંઘાણી તથા ભરત બોઘરા સામસામે આક્ષેપો કરતા જોવા મળ્યા હતા એથી મોટુ કોઇ પ્રુફ ના હોય પરંતુ પ્રજા બધુ સારી રીતે જાણે છે તેમ સોજીત્રાએ જણાવ્યું હતું. (૪.૩)

(12:13 pm IST)