Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ગોંડલની મુલાકાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલકાલે આવશે: ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનું સન્માન કરશે

dir="auto">
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલતા.૫ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તા. 6ને ગુરુવારે ગોંડલ આવી રહ્યા છે. પાટીલ છેલ્લા એક અઠવાડિયામાં સતત ત્રીજી વખત રાજકોટ જિલ્લાની મૂલાકાતે આવી રહ્યા છે. સી. આર. પાટીલે થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરના રાજકોટ ખાતે યોજાયેલા મુખ્યમંત્રી પટેલના ભવ્ય રોડ શોમાં હાજરી આપી હતી. જે બાદ તા. 1 જાન્યુઆરીના ખોડલધામની મૂલાકાત લીધી હતી અને હવે પાટીલ ગોંડલ ખાતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં હાજરી આપનાર છે.
 
ગોંડલ ના નવા માર્કેટ યાર્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે તાલુકાના નવા ચુંટાયેલા 77 જેટલા સરપંચોનુ સન્માન કરાશે. સાથે શ્રમયોગી કાર્ડ વિતરણનુ આયોજન કરાયુ છે. ભાજપ મોવડી અને પર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ની આગેવાની હેઠળ યોજાયેલ કાયઁક્રમમાં સીઆર પાટીલનુ આશાપુરા ચોકડી થી દબદબાભેર સ્વાગત થશે. ખુલ્લી જીપ મા સીઆર પાટીલ સહિત અન્ય મહાનુભવો બેન્ડવાજા સહિત બાઇક રેલી સાથે પ્રસ્થાન થશે અને માર્કેટ યાર્ડ પંહોચશે,
જ્યાં ભાજપ સંગઠન, વિવિધ હોદ્દેદારો દ્વારા પાટીલનુ સ્વાગત કરાશે. કાયઁક્રમ માં રાજ્ય મંત્રી બ્રીજેશભાઇ મેરજા, અરવિંદભાઈ રૈયાણી ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયેશભાઇ રાદડીયા, ગોરધનભાઈ ધામેલીયા, ભરતભાઈ બોઘરા, ભુપતભાઈ બોદર, મનસુખભાઇ ખાચરીયા, મહેન્દ્રસિહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, અશોકભાઈ પીપળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, સહદેવસિહ જાડેજા, શિતલબેન કોટડીયા, ભાર્ગવભાઇ આંદિપરા હાજર રહેનાર છે. કાયઁક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી, પીન્ટુભાઇ ચુડાસમા, પ્રફુલભાઈ ટોળીયા, યુવા ભાજપ પ્રમુખ રવિ કાલરીયા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.
(7:36 pm IST)