Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે છેલ્લી ૨૫ મિનિટથી કમોસમી વરસાદ : રાજકોટ - જામજોધપુરમાં છાંટા

dir="auto">રાજકોટ તા.૫   :    રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના આજે સવારથી સર્વત્ર વાદળછાયું વાતાવરણ છવાયું છે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આ લખાય છે ત્યારે રાજકોટમાં અમુક વિસ્તારોમાં હળવા છાંટા પડી રહ્યા છે જામનગર જિલ્લાના જામજોધપુર અને મોટી ગોપમા હળવો ભારે વરસાદ વરસ્યો છે
 
   જામજોધપુર   (દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર::હવામાન વિભાગ ની આગાહી મુજબ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે છેલ્લી  ૨૫ મિનિટ થી કમોસમી વરસાદ શરૂ થયો છે અને જાહેરમાર્ગો પર પાણી ફરી વળ્યાં છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતો માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે. અને જામજોધપુર માં પણ છાંટા પડી રહ્યા છે
(7:28 pm IST)