Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

માલિયાસણ ચોકડીએથી ૧ લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઇ, ચાલક ભાગી ગયો

ક્રાઇમ બ્રાંચે દારૂ-કાર મળી ૫,૦૦,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યોઃ આરોપીની શોધ

એએસઆઇ સી.એમ.ચાવડા, જે.વી.ગોહિલ, હેડકોન્સ. કરણભાઇ મારૂ તથા કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલની બાતમી પરથી પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ યુ.બી. જોગરણાની ટીમની કાર્યવાહી
રાજકોટ તા. ૫: દારૂ-જુગારની પ્રવૃતી નાબુદ કરવા મળેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ સી.એમ.ચાવડા, જે.વી.ગોહિલ, હેડકોન્સ. કરણભાઇ મારૂ તથા કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલને બાતમી મળતા માલિયાસણ ચોકડીએ વોચ રાખતા સ્વીફટ ડીઝાયર કાર નં.જીજે૦૪સીએ-૪૧૫૪નો ચાલક પોલીસને જોઈ કાર મૂકી ભાગી ગયો હતો. કારની તલાસી લેતાં પાછલી સીટીમાંથી અને ડેકીમાંથી મેકડોવેલ્સ નંબર વન અને ઓલ સિઝન બ્રાન્ડની દારૂની રૂા. ૧,૦૦,૫૦૦ની ૨૫૨ બોટલ મળી આવતાં તે તથા ૪ લાખની કાર મળી કુલ રૂા. ૫,૦૦,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.                 
આ કામગીરી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી.વી.બસિયાની રાહબરીમાં પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ યુ.બી.જોગરાણા, એ.એસ.આઇ. ચેતનભાઇ ચાવડા, જયંતિભાઇ ગોહિલ તથા હેડકોન્સ. કરણભાઈ મારૂ, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન તથા  ઇન્દ્રજીતસિંહ ગોહિલે કરી હતી.

 

(2:36 pm IST)