Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

શહેર જિલ્લા અને ગુજરાત સ્તર સુધીનું માઈનોરેટી ડિપાર્ટમેન્ટનું સંગઠન માળખું નવું રચાશે ; જૂનું સંગઠન વિસર્જન કર્યુ છે ; વજીરખાંન પઠાણ

સૌરાષ્ટ્ર અને જિલ્લા અને શહેરો ના ચેરમેનો ની નિમણુક પણ રદ કરેલ છે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા ૅં  માઈનીરેટી ડિપાર્ટમેન્ટ નું જૂનું સંગઠન માળખું રદ કરી નવું સંગઠન માળખું ટુક સમય માં જાહેરાત કરવા માં આવશે તેમ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન વજીરખાંન પઠાણે જણાવેલ હતું

આ અંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન વજીરખાંન પઠાણે જણાવેલ હતું કે મારી નિમણુક થયા પહેલા નું માઈનોરેટી ડિપાર્ટમેન્ટ નું સંગઠન માળખું સંપૂર્ણ રદ કરેલ છે અને હવે ટૂંકા સમય માં જ શહેર  જિલ્લા કક્ષા ના ચેરમેનો  અને પ્રદેશ ના વિવિધ હોદેદારો ની નિમણુક કરવા માં આવશે

એટલે હાલ કોય પણ પ્રકાર ની માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ની નિમણુક કરવા માં આવેલ નથી અને નવી નિમણુક કરવા ની કોય મંજૂરી પણ આપવા માં આવેલ નથી જે નોંધ માટે 

એટલે હવે માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ની નિમણુક કરવા માં આવશે તે સત્તાવાર  રીતે જાહેર થશે તેમ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન વજીખાન પઠાણે જણાવેલ હતું.

(1:01 pm IST)