Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબીમાં મોબાઇલ શોપમાં આગ ભભુકી

તસ્વીરમાં આગમાં પાક થઇ ગયેલ સામાન નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૫ : મોરબીના રવાપર રોડ પર ચકીયા હનુમાન મંદિર સામે વખત કોમ્પલેક્ષમાં આવેલ શ્રી રામ એન્ટરપ્રાઈઝ ટેલીકોમ મોબાઈલની હોલસેલ દુકાનમાં આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.

મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન સામે આવેલા વખત કોમ્પ્લેક્ષમાં રાત્રીના સમયે સંજયભાઈ પુજારાની શ્રી રામ ટેલિકોમ નામની હોલસેલની દુકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી તો ધટનાની જાણ થતા મોરબી ફાયરની ટીમ દોડી જઈને આગ પર પાણીનો મારો ચલાવતા આગને કાબુમાં લીધી હતી.

આગની ઝપેટમાં દુકાનમાં રહેલ માલસામાન બળીને ખાખ થયો હોવાની માહિતી મળી હતી તો કોમ્પલેક્ષની આસપાસના વિસ્તાર રહેણાંક વિસ્તાર હોવાથી લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા જો કે આગમાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

(12:46 pm IST)