Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબી : ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

મોરબી તા. ૫ : મોરબીની કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને એક વર્ષની સજા ફટકારી છે તેમજ ડબલ રકમનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વિજયકુમાર ભાણજીભાઈ કાસુન્દ્રાએ હિતેન્દ્રસિંહ બાલુભા ઝાલા પાસેથી હાથ ઉછીના રૂ ૩ લાખ લીધા હતા જે રકમ ફરિયાદીએ પરત માંગતા આરોપી વિજય કાસુન્દ્રાએ રૂ ૩ લાખનો ચેક આપ્યો હતો જે ચેક રીટર્ન થતા ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો મોરબીની કોર્ટમાં ફોજદારી કેસ નં ૯૯-૨૦૨૦ થી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ અશ્વિન બડમલીયાની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને મોરબીના ચીફ જયુડી. મેજી. એ એન વોરાએ આરોપી વિજયકુમાર ભાણજીભાઈ કાસુન્દ્રાને એક વર્ષની સજા અને ચેકની રકમ રૂ ૩ લાખની ડબલ રકમ એટલે કે ૬ લાખનો દંડ કરવામાં આવ્યો છે અને જો દંડની રકમના ભરે તો વધુ ૯૦ દિવસની સાદી કેસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે

આ કેસમાં ફરિયાદી પક્ષે મોરબીના વકીલ અશ્વિન બડમલીયા, મનીષ ગરચર અને અનીલ ગોગરા રોકાયેલ હતા.

(12:45 pm IST)