Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબી સિવિલમાં દવા બારીમાં સ્ટાફની ભારે અછત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૫ : કોરોના મહામારી ઉપરાંત મોરબી જીલ્લામાં અન્ય બીમારીઓ માટે ગરીબ અને સાધારણ વર્ગના લોકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવતા હોય છે અને સારવાર બાદ દવા માટે દવા બારીએ લાંબી લાઈનો લાગતી હોય છે જયાં મેડીકલ વિભાગમાં સ્ટાફની કમીને પગલે દર્દીઓને પ્રતિદિન હાલાકીનો સામનો કરવો પડે છે.

સમયાન્તરે વાયરલ ઇન્ફેકશન અને અન્ય રોગચાળાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન ૪૦૦ થી ૫૦૦ દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં દવા બારી એક જ છે અને સ્ત્રી તેમજ પુરુષની અલગ લાઈનની વ્યવસ્થા પણ જળવાતી નથી જેથી દર્દીઓની લાંબી કતારો લાગે છે સિવિલ હોસ્પિટલમાં મેડીકલ વિભાગમાં મંજુર થયેલ ૫ ના મહેકમ સામે માત્ર ૦૨ નો સ્ટાફ જ છે એમાં પણ અન્ય કામગીરી પણ આ સ્ટાફને સોપવામાં આવતી હોય છે જેથી કામગીરી ટલ્લે ચડતી હોય છે અને મોટાભાગે એક જ સ્ટાફ દ્વારા દવા બારીનું સંચાલન કરાતું હોય જેથી દર્દીઓને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવું પડે છે જેથી વયોવૃદ્ઘ નાગરિકો ઉપરાંત મહિલાઓ અને બીમાર દર્દીઓ મુશ્કેલીનો સામનો કરતા હોય છે.

(12:44 pm IST)