Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબીના બૂટ-ચપ્પલ વેપારીઓએ જીએસટી દરના વધારાનો વિરોધ નોંધાવ્યો.

૫ ટકામાંથી ૧૨ ટકા જીએસટી કરાતા નોંધાવ્યો વિરોધ


 

ફોટો

મોરબી :  કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પગરખા પરના જીએસટી દરમાં વધારો કર્યો છે અગાઉ ૫ ટકા જીએસટી લાગુ હતો તે વધારીને ૧૨ ટકા કરવામાં આવતા મોરબી ફૂટવેર એસો દ્વારા વિરોધ નોંધાવ્યો છે અને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે

મોરબી ફૂટવેર એસોના વેપારીઓએ આજે જીએસટી વધારાનો વિરોધ નોંધાવ્યો હતો અને જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે પગરખા પર જીએસટી અગાઉ ૫ ટકા લાગુ હતું તે વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યું છે ૮૫ ટકા વર્ગ મજુર, ખેડૂતો અને મધ્યમવર્ગીય હોય જે ૧૦૦૦ રૂપિયાની કિમતની નીચેના પગરખા પહેરે છે જેમાં જીએસટી વધતા પગરખા મોંઘા થઇ જશે હાલમાં કાચો માલ સામાનમાં ૨૦ થી ૨૫ ટકા ભાવવધારો થઇ ગયો છે અને જીએસટી ૫ ટકામાંથી ૧૨ ટકા વધારાથી પગરખા મોંઘા થઇ જશે.
વધુમાં જણાવ્યું છે કે પગરખા બનાવવા વાળો કારીગર વર્ગ ગરીબ છે જીએસટી વધારાથી કારીગરને ખુબ જ અસર થાય છે અને બેરોજગારી વધી જશે જીએસટીના વધારાથી નાના વેપારીને પોતાનો ધંધો બંધ કરવાની નોબત આવશે જેથી વેપારી અને કામ કરતા માણસો બેરોજગાર થશે જેથી પગરખા પરનો જીએસટી દર ૫ ટકા યથાવત રાખવા માંગ કરી છે.

(12:46 pm IST)