Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સાવરકુંડલા બાયપાસના કામે એલ.સી. નં. પ૮/સીને શીફટીંગ માટે રેલ્વે બોર્ડ તરફથી મંજુરી

અમરેલી, તા. પ : સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા તેમના સંસદીય વિસ્તારના નાનાથી લઇ મોટા, જટીલ તમામ પ્રકારના પ્રશ્નોના હલ માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે સાવરકુંડલા શહેરમાંથી પસાર થતા બાયપાસ પર આવેલ રેલ્વે લાઇન ઉપર આર.ઓ.બી. નિર્માણનું કાર્ય છેલ્લા ઘણા સમયથી વિલંબીત પડેલ હોવાના કારણે ભારે વાહનો તથા પીપાવાવ પોર્ટથી લઇ અન્ય કંપનીનોઅના ટેન્કરો સાવરકુંડલા શહેરના મધ્યમાથી પસાર થઇ રહ્યા છે જેના લીધે અકસ્માતનો સતત ભય રહે છે. ત્યારે બાયપાસ કાર્યરત ન હોવાને લીધે સાવરકુડલાના શહેરીજનોને પડતી મુશ્કેલીઓ સત્વરે દૂર થાય તે માટે સાંસદ શ્રી દ્વાર પ્રયપ્નો કરવામાં આવેલ અને જેના ફળસ્વરૂપે સાવરકુંડલા બાયપાસના કામે એલ.સી. નં. પ૮/સી ના ટેમ્પરરી શીફટીંગ માટે રેલ્વે બોર્ડ તરફથી મંજુરી આપી દેવામાં આવેલ છે.

સાવરકુંડલા શહેરમાં બનેલ બાયપાસ પર આર.ઓ.બી.નું નિર્માણ કર્યા ઝડપથી ચાલુ થાય તે માટે ગત તા. ર૦ સપ્ટેમ્બર, ર૦ર૧ ના રોજ સાંસદ નારણભાઇ કાછડીયાએ તેમના અમરેલી સ્થિત કાર્યાલયે રેલ્વે વિભાગ, નેશનલ હાઇવે અને માર્ગે અને મકાન વિભાગના અધિકારીઓ સાથે જોઇન્ટ બેઠક યોજેલ હતી અને ત્યારબાદ સાવરકુંડલા ખાતે મજુર થયેલ આર. ઓ.બી.ના સ્થળનું તમામ અધિકારીઓ સાથે નિરીક્ષણ કરેલ હતું. આ બેઠકમાં જયા સુધી નવો આર.ઓ.બી. મંજુર થઇ નિર્માણ ન પામે ત્યાં સુધી આ બાયપાસનો લોકો ઉપયોગ કરી શકે તે માટે એલ.સી. નં. પ૮/સી ને કી.મી. પ૩/૯ થી પ૪/૦ થી નવા કિ.મી. પ૪/૯ થી પપ/૦ સુધી (ઢસા-રાજુલા જં) વચ્ચે નવા એલ.સી. નં. પ૮/એકસ (સ્પેશ્યલ કલાસ એલસી) તરીકે ટેમ્પરરી શીફટીંગ માટે રેલ્વે બોર્ડમાં દરખાસ્ત કરવા નિર્ણય થયેલ હતો. જેના અનુસંધાને સાંસદ શ્રી દ્વારા સતત રેલ્વે વિભાગ અને નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે સંકલનમાં રહી ગત તા. ૩-૧-ર૦રર ના રોજ આ કામને મંજુર અપાવેલ છે.

રેલ્વે વિભાગ તરફથી એલ.સી. શીફટીંગ માટે મજુરી મળ્યા બાદ હવે આ કામ માટે સરકારશ્રી તરફથી રૂ. ૩,પપ,૮૦,૪૧૧/- મંજુર થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેમ સાંસદ નારણભાઇ કાછડીયાએ યાદીમાં જણાવેલ છે.

(12:40 pm IST)