Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જુનાગઢ સહિત સોરઠમાં પરોઢિયે ગાઢ ધુમ્મસ

લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી

જુનાગઢ તા. પ : આજે જુનાગઢ સહિત સોરઠમાં પરોઢિયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસનું આક્રમણ થતા વાહન વ્યવહારને અસર થઇ હતી.

સવારે જુનાગઢનુ લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી રહ્યું હતું પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯ર ટકા થઇ જતા ગાઢ ધુમ્મસ છવાય ગયું હતું.

જુનાગઢના ગિરનાર પર્વત ખાતે સવારના ૧૧ ડિગ્રી ઠંડી રહી હતી પરંતુ ધુમ્મસને લઇ સમગ્ર પર્વત ઢંકાય ગયો હતો.

સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૮ કિ.મી.ની રહી હતી.

(12:39 pm IST)