Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

બીજા દિવસે જુનાગઢ જિલ્લામાં ૧પ થી ૧૮ વર્ષના ૧૭૧૬પ વિદ્યાર્થીઓનું રસી કરણ

શહેરમાં ૩પ૯૯ અને જીલ્લામાં ૧૩પ૬૬નું રસીકરણ કુલ ૩૭૦૪૬ વિદ્યાર્થીઓને રસી અપાઇ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. પ : જુનાગઢ શહેર અને જીલ્લાભરમાં તા.૪ને સોમવારથી ધો. ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓને વેકસીન આપવાની કામગીરી શરૂ કરાય છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર રચિતરાજ અને જિલ્લા વિકાસ અધિકારી મિરોત પરીખના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વેકસીન આપી કોરોના સામે સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં પ્રથમ દિવસે ૧૯૮૮૧ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવેલ અને સતત બીજા દિવસે શહેરની ૧૧ શાળાઓ અને ગ્રામ્ય જિલ્લાના ૯ તાલુકાઓમા ગઇકાલે શહેરમાં ૩પ૯૯ ૯૦ ટકા અને જીલ્લામાં ૧૩પ૬૬.૭૯.૭૧ ટકા વિદ્યાર્થીઓને કોરોના સામે સુરક્ષિત કરવા વેકસીન આપવામાં આવેલ જુનાગઢ શહેરમાં મ્યુ.કમિશનર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ હેલ્થ ઓફીસર રવિ ડેડાણીયા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવેલ અને જીલ્લાભરમાં કલેકટર અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ જીલ્લા આરોગ્ય અધિકારી અને તેની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ તા.૮ મી જાન્યુ. સુધી ચાલનાર આ રસીકરણના અભિયાનમાં ૧૦૦ ટકા રસીકરણના લક્ષ્યાંકને પુર્ણ કરવા વહિવટી તંત્ર કાળજી લઇ રહ્યું છે અને શહેર અને જીલ્લાની સરકારી તેમજ ખાનગી શાળાના કોઇપણ વિદ્યાર્થી આ રસીકરણથી વંચિત ન રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ શિક્ષણનિરીક્ષક રણવિરસિંહ પરમાર તથા એલ.વી.કરમટા સહિતની ટીમો નજરે પડે છે.

(12:39 pm IST)