Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબી જીલ્લામાં ૬ વિદ્યાર્થીઓ સહીત વધુ ૨૪ નાગરિકો કોરોના સંક્રમિત.

મોરબી જિલ્લાના ૧૧ ઘરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા : કુદકે ને ભૂસકે વધતા કેસો, નાગરિકો સાવચેત બની જાય એ ખુબ જરૂરી.

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં અસાધારણ ઉછાળો જોવા મળી રહ્યો છે અને પ્રતિદિન નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં આજે ૬ વિદ્યાર્થીઓ સહીત વધુ ૨૪ નાગરિકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે
મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૪ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૧૦ અને શહેરી વિસ્તારમાં ૧૨ એમ ૨૨ કેસો તેમજ હળવદ અને ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૧-૧ કેસો મળીને નવા ૨૪ કેસો નોંધાયા છે.
જે ૨૪ કેસો પૈકી મોરબીની નાલંદા વિધાલયના ૦૪, નવયુગ વિધાલયનો ૦૧ અને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનો ૦૧ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે નવા ૨૪ કેસો નોંધાતા જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૬૩ થયો છે.
કુદકે ને ભૂસકે વધતા કેસો, નાગરિકો સાવચેત બની જાય એ ખુબ જરૂરી.
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં અસાધારણ ઉછાળો જોવા મળી રહ્યો છે અને પ્રતિદિન નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં આજે ૬ વિદ્યાર્થીઓ સહીત વધુ ૨૪ નાગરિકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે
મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૪ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૧૦ અને શહેરી વિસ્તારમાં ૧૨ એમ ૨૨ કેસો તેમજ હળવદ અને ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૧-૧ કેસો મળીને નવા ૨૪ કેસો નોંધાયા છે.
જે ૨૪ કેસો પૈકી મોરબીની નાલંદા વિધાલયના ૦૪, નવયુગ વિધાલયનો ૦૧ અને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનો ૦૧ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે નવા ૨૪ કેસો નોંધાતા જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૬૩ થયો છે.
 મોરબી જિલ્લાના ૧૧ ઘરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા.
મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૨ના અને તા.૦૩/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના જાહેરનામા અનુસાર ૧૧ ઘરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.
આ ૧૧ ઘર ઓમ પેલેશ રવાપર, ઈમ્પેરીયલ હાઈટ્સ રવાપર રોડ, એસ.પી.રોડ મોરબી, ઉમા ટાઉનશીપ મોરબી-૨, ઓશો ટાવર બાયપાસ રોડ મોરબી, ધર્મલાભ સોસાયટી ભક્તિનગર સર્કલ મોરબી, એલ.ઈ.કોલેજ સ્ટાફ ક્વાટર મોરબી, નીલકંઠ સ્કુલ સામે રવાપર રોડ મોરબી, ન્યુ ચંદ્રેશ શનાળા રોડ મોરબી, હરબટયારી તા.ટંકારા, મહેન્દ્રનગર તા.મોરબી, જેવા વિસ્તારમાં સમાવેશ થાય છે. આ ૧૧ ઘરને ૧૪ દિવસ માટે કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

(12:37 pm IST)