Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબીના જડેશ્વર મંદિરે કર્મકાંડી ભૂદેવોનું સંમેલન યોજાયું. કર્મકાંડનું જ્ઞાન આપવા માટે જડેશ્વર મંદિરે સંસ્કૃત પાઠશાળા શરૂ કરાશે

 મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે આજે કર્મકાંડી ભૂદેવોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં કર્મકાંડી ભૂદેવો હાજર રહ્યા હતા. આ તકે કર્મકાંડી ભૂદેવોના ઉતકર્ષ વિશે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જડેશ્વર મંદિર ખાતે યોજાયેલા કર્મકાંડી ભુદેવ સંમેલનમાં તમામ ભૂદેવો યમ, નિયમ પાળી વૈદિક અને પોરોણીક પદ્ધતિથી કર્મકાંડ કરવા અને હોમ હવન કરતી વખતે પવિત્રતા અને શુદ્ધતા જળવાઈ રહે તેમજ કર્મકાંડ કરતી વખતે વ્યસન ન કરવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરી કર્મકાંડ કરનાર ભૂદેવોને શુદ્ધ અંતરમનથી કર્મકાંડ કરવા ઉપર વિશેષ ભાર મુકાયો હતો. જ્યારે વૈદિક પરંપરા મુજબ મંત્રોચ્ચાર સાથે બ્રહ્મભોજન યોજાયું હતું.
આ ઉપરાંત કર્મકાંડ કરવામાં કોઈ મુશ્કેલી કે પ્રશ્ન હોય તો તેના નિવારણ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર ગ્રુપ પાડી કર્મકાંડમાં મુંઝવતા પ્રશ્નોના જવાબ અપાયા હતા. આ ગુરુવારથી દરરોજ સાંજે 4થી5 દરમિયાન કર્મકાંડી ભૂદેવો દ્વારા જડેશ્વર મંદિર ખાતે સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવશે.જેમાં કોઈ કર્મકાંડ શીખવા માંગતું હોય તો તેમને કર્મકાંડનું જ્ઞાન આપવામાં આવશે. આ સમલેનમાં વિપુલભાઈ શાસ્ત્રી, જડેશ્વર મંદિરના ટ્રસ્ટીઓ બેચરભાઈ હોથી, રમેશભાઈ પીઠવા, યંશવતભાઈ જોશી, દિલીપસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, હસુભાઈ પંડ્યાએ હાજરી આપી હતી.

(12:31 pm IST)