Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

શરદીની દવાના બદલે ભૂલથી ઝેરી દવા પી લેતા ભાણવડની યુવતીનું મૃત્યુ

જામખંભાળીયા તા.પ : ભાણવડ તાબેના ભેનકવડ ગામે રહેતા સરોજનબેન પ્રવીણભાઇ ખિંટ નામની ર૪ વર્ષની યુવતીએ ગત તા.ર૭ ડીસેમ્બરના રોજ શરદીની દવાના બદલે પાણીયારા પાસે રાખવામાં આવેલી પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીને વધુ સારવાર અર્થે ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાામં આવી હતી. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.

આ બનાવની જાણ જામનગર તાલુકાના લીલગટી ગામના વેજાભાઇ ઉકાભાઇ ભરવાડએ ભાણવડ પોલીસને કરી છે.

કલ્યાણપુરના ગોજીનેશ ગામે દરિયાકાંઠે ધમધમતી દારૂની ભઠ્ઠી પર દરોડો

ગોજીનેશ ગામના દરિયાકાંઠે બાવળના કાંટા હેઠળ રૂક્ષ્મણીનગર ખાતે રહેતા રાયધરભા ભીમભા માણેક નામના ર૪ વર્ષના હિન્દુ વાઘેલ યુવાન દ્વારા દેશી દારૂ ગાળવાની ચલાવતી ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી ૪૬ લીટર દેશી દારૂ ૮૮પ લીટર કાચો આથો, સ્ટીલની ટોપડી, ગેસ સિલિન્ડર, ગેસનો ચૂલો, તાંબાની નળી, વિગેરે જેવા મુદ્દામાલ ઉપરાંત દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા રૂપિયા ૩ર હજારની કિંમતના હીરો મોટર સાયકલ તેમજ રૂપિયા ૧૦ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪૯.૭૯૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો નોંધી રાયધરભા માણેકની અટકાયત કરી હતી.

(1:09 pm IST)