Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

વિંછીયાના રેવાણીયા ગામ પાસે ૧૫૬ બોટલ દારૂ સાથે બે શખ્સો પકડાયા

અશ્વિન ધોરીયા અને વાઘા ગળચરની ર.૬૬ લાખના મુદામાલ સાથે ધરપકડ

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા, તા., પઃ વિંછીયા તાલુકાના રેવાણીયા-દડલી ગામ નજીક સીમમાં પોલીસે ૧૫૬ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે.

વિંછીયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેવાણીયા ગામ નજીક સીમમાં અશ્વિન ઉર્ફે સંજયભાઇ ધોરીયા રહે. રેવાણીયા, તા.વિંછીયાની વાડીએ રેડ કરતા ઇકો ગાડીમાંથી દારૂની પેટીઓ ઉતારતા બે શખ્સો મળી આવેલા જેમાં (૧) અશ્વીન ઉર્ફે સંજય દેવશીભાઇ ધોરીયા રહે. રેવાણીયા, તા.વિંછીયા (ર) વાઘા હમીરભાઇ ગળચર રહે. રેવાણીયા, તા. વિંછીયાનો સમાવેશ થાય છે. સાથે ૧પ૬ બોટલ વિદેશી દારૂ જેની કિંમત ૪૬૮૦૦ તથા ઇકો ગાડી કિંમત રૂ. ર,૦૦,૦૦૦ તેમજ એક મોટર સાયકલ જેની કિંમત રૂ.ર૦,૦૦૦ મળી કુલ મુદામાલ રૂ. ર,૬૬,૮૦૦ સાથે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:51 am IST)