Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ગોંડલના બાંદરા ગ્રામ પંચાયતની ચુંટણીના જીતેલા ઉમેદવારને ગેરલાયક કરાવવા ઇલેકશન પીટીશન

 

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. પઃ બાંદરા ગામે ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નં. ૪ ના વિજેતા ઉમેદવાર હરેશભાઇ કાળાભાઇ ધોણીયાને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૩૧ મુજબ તેઓનું ચુંટણી ઉમેદવારી ફોર્મ રદ કરવા માટે હરીફ ઉમેદવાર ધર્મેન્દ્રભાઇ દામજીભાઇ વેકરીયા દ્વારા ફોર્મ ચકાસણી વખતે ચુંટણી અધિકારી સમક્ષ લેખીત માંગણી કરી હતી તેમ છતાં ચુંટણી અધિકારી દ્વારા આ વાંધા અરજી માન્ય રાખ્યા વિના જ ફોર્મ માન્ય રાખેલ હતું અને બાદમાં આજ ઉમેદવાર ચુંટણી જીતી ગયા બાદ હરીફ ઉમેદવાર દ્વારા ન્યાય માટે ગોંડલના સીવીલ જજ સમક્ષ ન્યાયની માંગ કરતી ઇલેકશન પીટીશન દાખલ કરીને જીતેલા ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટેની માંગણી કરેલ છે.

ભુતકાળમાં આજ બાંદરા ગામની પંચાયત, પંચાયત અધિનીયમની જોગવાઇ મુજબ ઘણી વખત કાયદાકીય આંટી ઘુંટી માંથી પસાર થયેલ છે.

(11:15 am IST)