Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ધોરાજીમાં ઐતિહાસીક જનતા બાગમાં નવીનીકરણ સાથે લલીતભાઇ વસોયાના હસ્તે લોકાર્પણ

નાગરીકોએ વૃક્ષારોપણ કર્યુઃ બાળકો માટે રમત ગમતના સાધનો મુકાયા

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. પ :.. ધોરાજી ખાતે આવેલ ઐતિહાસીક બગીચો જે રાજા સાહી વખતનો હતો અને તે બગીચામાં ફુલ ઝાડ સુકાય ગયેલ આ અંગે ધોરાજીના નાગરીકો દ્વારા ધારાસભ્ય લલીતભાઇ વસોયા અને ડી. એલ. ભાષા અને સેવાભાવી યુવાનોની ટીમ દ્વારા ધોરાજીના જનતા બાગના રીનોવેશન ચાલુ કરેલ અને જે વર્ષા પહેલા બગીચો હતો.

તેનાથી વિશેષ સુવિધા કરેલ અને વર્ષા પહેલા સિંહનું સ્ટેચ્યુ હતું તે પણ આબેહુબ બનાવેલ અને નવા ફુલછોડ નવા ઝાડ બાળકો માટે ખાસ લપસણી, ચકરડી, સહિતના બાળકો માટે ખાસ રમતગમતના સાધનો વસાવેલ છે.

ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયા ના વરદ હસ્તે જનતા બાગને ખુલ્લો મુકેલ અને જેમાં નાગરીકોને પોતાના ઝાડપર વૃક્ષો વાવનારનું નામ રાખવાનું જેવી વર્ષા સુધી યાદ રહે અને પર્યાવરણમાં ફાયદો થાય આ તકે વિશાળ સંખ્યામાં અગ્રણી ધારાસભ્ય લલીત વસોયા, નગરપતી અંજનાબેન ભાષકર, માજી નગરપતી ડી. એલ. ભાષા, અરવિંદ વોરા, પ્રવિણભાઇ લાખાણી, હિરેનભાઇ વસટા, દિલીપભાઇ જલું, જગદીશભાઇ રાખોલીયા, ઝબારભાઇ ગરાણા, કાસમભાઇ કુરેશી, ઇન્તીયાઝભાઇ પોઠીયાવાળા, ધર્મેન્દ્રભાઇ રાજયગુરૂ, ધીરેનભાઇ વૈષ્ણવ, જનકભાઇ હિરપરા, દલસુખભાઇ વાગડીયા, જયેશભાઇ લાખાણી,  વરૂણભાઇ વઘાસીયા, કિશોરભાઇ પટેલ, ડો. સી. વી. બાલધા, હરપાલસિંહ ચુડાસમા, હમીરભાઇ ભારાય, નગીનભાઇ વોરા, શિક્ષણવિદ હિતેશભાઇ ખરેડ, લલીતભાઇ ઉકાણી, ચીરાગ વોરા, ગોપાલભાઇ સલાટ, મગનભાઇ વઘાસીયા, અગ્રણી અનુબાપુ તેમજ કે. ઓ. શાહ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહેલ હતાં.

આ તકે વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહેતા અને લોકોએ આધુનિક સુવિધાઓ સાથે સજજ કરાશે. અને હાલ ૮પ ટકા કામગીરી પુર્ણ કરી ખુલ્લો મુકેલ અને લોકોએ ધારાસભ્યની કામગીરીને બીરદાવી હતી.

(11:14 am IST)