Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કાલાવાડના હરિપર ગામે મકાનમાં આગ ભભૂકી

કાલાવડ તા. પઃ તાલુકાના હરીપર મેવાસા ગામે અમુભાઇ બ્રાહ્મણના મકાનમાં બપોરના સમયે આગ લાગતાં અફરાતફળી મચી ગઇ. શોર્ટ સર્કિટ કારણે આગ લાગી હોય તેવું જાણવા મળ્યું છે. રહેણાંક મકાનમાં અચાનક જ આગ લાગતા ઘરની ઘરવખરી તેમજ સરકારી દસ્તાવેજો પણ બળીને ખાખ થઇ ગઇ હતી. આ સમયે આજુબાજુના રહેણાંક વિસ્તાર તેમજ ગ્રામજનો દ્વારા આગ પર કાબુ મેળવ્યો. ત્યાર પછી કાલાવડની લક્ષ્મણરાવ ઇનામદાર સ્મુમિ દ્વારા તેમજ આરએસએસ શાખાને જાણ થતાં કાલાવડની લક્ષ્મણરાવમ ઇનામદાર સ્મુમિ દ્વારા તેમજ આરએસએસ શાખા દ્વારા અસરગ્રસ્તના પરિવારને રાસનકિટ તેમજ વાસણ કિટ અર્પણ કરવામાં આવી. આ સમયે તરૂણભાઇ ચૌહાણ, રાહુલભાઇ ઝણકાટ, યુવરાજસિંહ તેમજ રાજાભાઇ સહિતના સ્વયં સેવક હાજર રહ્યા હતાં.

(11:14 am IST)