Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ગોંડલના મોવિયામાં સર્વોદય એજયુકેશન કેમ્પસમાં વેકસીનેશન કામગીરી

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા. પઃ સર્વોદય એજયુકેશન કેમ્પસ-મોવીયા ખાતે વેકસીનેશન ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ ઝુંબેશ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને કોરોના સામે સુરક્ષા આપવા રસીકરણનો પ્રથમ ડોઝ મુકવામાં આવ્યો હતો. વેકસીનેશન ઝુંબેશના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ખુબજ ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો હતો. શાળાના સ્ટાફે વિદ્યાર્થીઓને વેકસીનેશન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સંસ્થાના ચેરમેન અંકુરભાઇ દુદાણી સીઆરસી હીતેશભાઇ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમે વેકસીનેશનની ઝુંબેશ ચલાવી હતી.

(11:12 am IST)