Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પૂ.હરીચરણદાસ બાપુની તબિયતમાં સુધારો

તબીબોના કહેવા મુજબ ઈન્ફેકશન ઉંપર દવા અસર કરવા લાગીઃ મહારાજશ્રીના દિર્ઘાયુ માટે શનિવારે ૨૨૦૦ અનાજ કીટનું વિતરણ કરાશે

રાજકોટઃ પૂ.હરીચરણદાસ બાપુની ગઈકાલે તબીયત બગડયા બાદ તાત્કાલીક ધોરણે સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. ગોંડલથી તબીબો પણ તાબડતોડ ગોરા પહોંચી ગયા હતા. આજે પૂ.મહારાજશ્રીની તબીયત ઘણા સુધારા ઉંપર છે.
મહારાજશ્રીના અનન્ય ભકત એવા શ્રી નીતિનભાઈ રાયચુરાએ જણાવેલ કે તેઓની તબીયત ઘણી સુધારા ઉંપર છે. તબીબોના જણાવ્યા મુજબ ઈમ્પ્રુવમેન્ટનો ક્રમ આ જ રીતે જળવાઈ રહે તો સારૂ પરિણામ આવશે.
મહારાજશ્રીએ આજે થોડી વાતચીત પણ કરી હતી. ભોજન પણ લીધુ હતું. હાલ તેઓની તબીયત સ્ટેબલ છે.
નીતિનભાઈએ વધુમાં જણાવેલ કે મહારાજશ્રીના દીર્ઘાયુષ માટે આગામી ૮ જાન્યુઆરીએ ગોરા ખાતે ગરીબોને દાળ, ચોખા, ઘઉંંનો લોટ સહિતની સામગ્રી સાથે ૨૨૦૦ અનાજની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
શ્રી રાયચુરાએ જણાવેલ કે મહારાજશ્રી ગઈકાલે સાંજે પણ દસેક મિનિટ બેઠા હતા. પ્રસાદ પણ લીધો હતો. તેમની તબીયત ગઈકાલ કરતાં આજે સુધારા ઉંપર છે. મહારાજશ્રીના હજારો લાખો અનુયાયીઓ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ગોંડલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના ડો.વિદ્યુત ભટ્ટ અને ડો.આર.બી.શાહ સહિતના તબીબોની ટીમ દેખરેખ રાખી રહે છે.

 

(10:58 am IST)