Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ધ્રાંગધ્રા હાઇવે ઉપર અકસ્માતમાં ૩ના મોત

જીવા ગામના એક યુવક અને ૨ મહિલાનો ભોગ લેવાયો : ૨ને ગંભીર ઇજા : અજાણ્યા વાહન ચાલકે સીએનજી રિક્ષાને હડફેટે લેતા દુર્ઘટના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૫ : ગત મોડી રાત્રે ધ્રાંગધ્રા કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે એક રિક્ષાને કચ્છ તરફ જતા અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યકિતના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં એક પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

જયારે બે મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેને ૧૦૮ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હોસ્પિટલ પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર તેમજ ઇજાગ્રસ્ત લોકો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના છે. ખાનગી કંપનીમાં કામ કરતા આ મહિલાઓ કામ કર્યા બાદ પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી.

આ મામલે ધ્રાંગધ્રા ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જવા પામ્યો છે આગળની પોલીસ તપાસની કામગીરી હાથ ધરી છે તેવા સંજોગોમાં અજાણયા વાહન માં ખાનગી ટ્રાવેલ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે જોકે હાલમાં ટ્રાવેલ્સ ફરાર બની જવા પામી છે કે આ મામલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે હાઇવે ઉપરના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

તમામ મૃતક જીવા ગામના : હાઈવે ઉપર અકસ્માત બાદ લોહીની નદીઓ વહેવા લાગી

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં ધાંગધ્રા કચ્છ હાઇવે ઉપર ચુલી ગામ નજીક રિક્ષા અને એક મોટા વાહનો અકસ્માત સર્જાયો છે જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના મોત નિપજવા પામ્યું છે તે ત્રણ લોકો એવા ગામના હોવાનું બહાર આવ્યું છે જેમાં એક પુરૂષ અને બે મહિલાનો સમાવેશ થઇ રહ્યો છે. જેમાં (૧) હિતેશભાઈ પ્રભુભાઈ સાબરીયા ઉંમર ૧૯ વર્ષ (૨) નંદુબેન ઘનશ્યામભાઈ પરમાર ઉંમર ૧૯ વર્ષ (૩) પુષ્પાબેન મનસુખભાઈ વાણિયા ઉંમર ૧૮ વર્ષ ભોગ બન્યા છે.

હાઇવે ઉપર લોહીની નદીઓ વહેવા લાગી હતી અને પોલીસ ઘટના સ્થળે દોડી જઇ અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી અને ડેડ બોડીને પી.એમ.માટે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે ઉપર ચુલી ગામ નજીક સીએનજી કારણે મોટા વાહન વચ્ચે અકસ્માત સર્જાતા પામ્યો છે જેને ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નિપજવા પામ્યું છે ને બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે. જેમાં એક યુવકને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે અને અન્ય એક જે ઇજાગ્રસ્ત પારૂલબેન ઘનશ્યામભાઈ પરમાર નામની યુવતી છે તેને સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લાવવામાં આવી છે અને આ મામલે બંનેની તબિયત સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અકસ્માત સર્જી અને મોટુ વાહન ફરાર બન્યો : હાઇવેના સીસીટીવીના આધારે પોલીસ તપાસ

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ચુલી ગામ નજીક સીએનજી કાર અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે પ્રાથમિક તપાસમાં ખાનગી ટ્રાવેલ્સ હોવાનું બહાર આવ્યું છે તેવા સંજોગોમાં આ મામલે અકસ્માત સર્જી અને મોટુ વાહન ફરાર બની જવા પામ્યો હોવાનું પણ ગ્રામજનો તથા જોયેલ વ્યકિતઓ દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે ત્યારે આ મામલે ધ્રાંગધ્રા કચ્છ હાઇવે ઉપરની હોટલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(10:54 am IST)