Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કચ્છના સામખીયાળી ગામે આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી : આઝાદીના ૭૫ વર્ષ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને જનજાગૃતીના કાર્યક્રમ યોજાયા

સુચના અને પ્રસારણ મંત્રાલાયના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો ભુજ દ્વારા કાર્યક્રમમાં હાઇસ્કુલોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૫ : કેન્દ્ર સરકારના માહિતી અને પ્રાસરણ મંત્રાલ્યના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો ભુજ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ, સ્વચ્છ ભારત અભિયાન તેમજ કોરોના રસીકરણ જાગૃતતાના વિષય પર શ્રી મોડેલ ડે સ્કૂલ સામખીયાળી તથા શ્રી પી.બી.છાડવા હાઈસ્કૂલના સંયુકત ઉપક્રમે નિબંધ લેખન,ચિત્ર,વકૃત્વ તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યુ હતું.

ગામના સરપંચ જગદીશભાઈ મઢવી, કે.આર.મહેશ્વરી ક્ષેત્રિય પ્રચાર અધિકારી-ભુજ,મોડેલ ડે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી કે.બી સિંધવ, પી.બી.છાડવા હાઇસ્કુલના પ્રિન્સિપાલ શ્રીમતી એસ.એન.ભાખર તથા કલાર્ક બી.કે.જાડેજા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બંને શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત દેશભકિત ગીત સૂર્ય-નમસ્કાર વકૃત્વ તેમજ અમદાવાદ નાટ્યગૃહમાં થી પધારેલ મીનાબેન પટેલની ટીમ દ્વારા સ્વચ્છતા અને કોરોના જાગૃતિ વિશે નાટક તેમજ આઝાદી ના અમૃત મહોત્સવની પ્રદર્શની રાખવામાં આવેલ હતી.

ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરોના ક્ષેત્રીય પ્રચાર અધિકારી કે.આર.મહેશ્વરીએ આઝાદીના અમૃત મહોત્સવ વિશે પોતાનું ઉદબોધન કર્યું હતું. શ્રી મોડેલ ડે સ્કુલના પ્રિન્સીપાલ શ્રી કે.બી.સિંધવે કોરોના જાગૃતતાની સુંદર છણાવટ કરી બાળકોને માહિતગાર કર્યા હતા.આરોગ્ય વિભાગમાંથી પધારેલ જયશ્રીબેન અને શોભનાબેને કોરોના વેકિસનેસન બાબતે માહિતી આપી હતી.

કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું.તેમજ ગામના સરપંચ શ્રી જગદીશભાઈ મઢવીએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે રૂ.૫૧૦૦ નું ઇનામ જાહેર કર્યું હતું. કાર્યક્રમમાં CDPO ઉષ્માબેન, ,આંગણવાડી સુપરવાઇઝર- લક્ષ્મીબેન, આંગણવાડીની કાર્યકર બેહનોએ ખાસ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં આભારવિધિ  પી.બી.છાડવા હાઇસ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતિ એસ.એન.ભાખરે કરી હતી.તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક  જે.બી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને શાળાના શિક્ષકશ્રીઓએ જહેમત ઉઠાવી હતી. ક્ષેત્રિય પ્રચાર અધિકારી કે.આર. મહેશ્વરી કાર્યક્રમને સફળતા અપાવવા બદલ બન્ને શાળાના પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ ગણનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

(10:53 am IST)