Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સુરેન્દ્રનગર સૂર સાગર ડેરીની ચૂંટણી સંપન્ન

નવા ચેરમેન તરીકે બાબાભાઇ ભરવાડ, વાઇસ ચેરમેન અલ્પેશભાઇ

વઢવાણ,તા. ૫ : સુરેન્દ્રનગર શહેરની સુરસાગર ડેરી માં ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં બાબાભાઈ ભરવાડને અલ્પેશભાઈ રબારી બંને ચેરમેન પદે દાવેદારી નોંધાવી હતી વહેલી સવારે ચૂંટણી યોજવામાં આવી હતી.

જેમાં ભાજપ પક્ષ દ્વારા ચેરમેન પદે બાબાભાઈ ભરવાડ રહેવા પામ્યા છે અને ફરી એક વખત બીજી વખત સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીના ચેરમેન બન્યા છે તેવા સંજોગોમાં અલ્પેશભાઈ રબારી વાઇસ ચેરમેન પદે યથાવત રહેવા પામ્યા છે.

સુરસાગર ડેરી માલધારીઓને દૂધ ઉત્પાદકો માટે ખુશીની લહેર અને સુરસાગર ડેરી ખાતે ફૂલહાર કરી અને બાબા ભાઈને નવા ચેરમેન તરીકે આવકારવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ ભાઈ મકવાણા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે.

(10:52 am IST)