Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કોંગ્રેસના ધારાસભ્યોની ભૂપેન્દ્રભાઇને રજૂઆત

 રાજકોટ : જૂનાગઢ મહાનગર પાલિકાના પૂર્વ મેયર સ્વ. લાખાભાઇ પરમાર પર અગાઉ થયેલ ઘાતકી હૂમલાની તટસ્થ તપાસ થવા બાબત તથા ભરૂચ જિલ્લાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ભાજપના નેજા હેઠળ લાવવા માટે તેના સ્થાપક અને અગ્રણી સામે યેનકેન પ્રકારે નિયમ વિરુદ્ઘ કાર્યવાહી કરી હોઈ તેની પણ તટસ્થ તપાસ થવા બાબત રજુઆત કરવા વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તથા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રુબરુ મુલાકાત કરી હતી.

(10:29 am IST)