Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રાજકોટ જિલ્લા સહકારી બેંક ખાતે રાષ્ટ્રીય કક્ષાના સહકારી અગ્રણીઓએ મુલાકાત લીધી

 ધોરાજી : રાજકોટ ખાતે રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.ના મુખ્ય મથક 'શ્રી વિઠલભાઈ રાદડીયા જીલ્લા બેંક ભવન'ખાતે રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ તેમજ ડીરેકટરશ્રીઓ જીલ્લા બેંકની મુલાકાતે પધારતા કૃભકોના ચેરમેન ચંદ્રપાલ યાદવ,ઈફકોના દિલિપભાઈ સંધાણી તેમજ નાફેડના ચેરમેન બિજેન્દર સિંગ તેમજ ડિરેકટરશ્રીઓનુ સન્માન કરીને બેંકના મુખ્ય ભવનની મુલાકાત કરીને જીલ્લા બેંક દ્વારા થઈ રહેલ ખેડુતલક્ષી કામગીરીથી અવગત કરાવતા જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા તેમજ વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા તેમજ એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા તેમજ ડીરેકટરશ્રીઓ તેમજ બેંકના જનરલ મેનેજરશ્રી વી.એમ.સખીયા અને અધીકારીશ્રીઓ, જીલ્લા બેંકની મુલાકાતે પધારેલા રાષ્ટ્રીયકક્ષાના સૌ સહકારી આગેવાનો દ્વારા આપણા ખેડુત નેતા પૂ.વિઠલભાઈ રાદડીયાને યાદ કરીને જીલ્લા બેંક દ્વારા થઈ રહેલ ખેડુતલક્ષી કામગીરીથી પ્રભાવિત થઈ ને બેંકના ચેરમેન જયેશ રાદડીયા તેમજ બોર્ડ ઓફ ડીરેકટરશ્રીઓ તેમજ અધીકારીશ્રીઓને અભિનંદન પાઠવીને ખુશી વ્યકત કરેલ હતી. (તસ્વીરઃ કિશોર રાઠોડ)

(10:11 am IST)