Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ભાયાવદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉપખંડ એકત્રીકરણ તથા પથ સંચલન

 ઉપલેટા : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા ૯૬ વર્ષથી સંપૂર્ણ ભારતમાં દૈનિક શાખાના માધ્યમથી રાષ્ટ્ર જાગરણનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો વિસ્તાર ગામડાઓ સુધી લઈ જવા માટે ભાયાવદર ઉપખંડ તથા વરજાંગજાળિયા ઉપખંડ બે ભાગમાં એકત્રીકરણ રાખવામાં આવેલ હતા. જેના ભાગરૂપે ભાયાવદરમાં ૩ મંડલ કેન્દ્ર જેમાં ખાખીજાળિયા મંડળ, પાનેલી મંડલ, ભાયાવદર મંડલનું એકત્રીકરણ રાખવામાં આવેલ હતું. એકત્રીકરણમાં અલગ અલગ પ્રકારના સત્રો રાખવામાં આવેલ. જેમાં સંઘ પરિચય, સંઘની ભૂમિકા, એક કલાકની શાખા, અલગ અલગ વિષયો ઉપર ચર્ચા જેવા વિષયો રાખવામાં આવેલ હતા. તેમજ ભાયાવદર ગામમાં ગણવેશ સ્વયંસેવકો દ્વારા ઘોષ સાથે પથ સંચલન કરવામાં આવેલ હતું. દિલીપભાઈ મોડાસીયા દ્વારા સંઘનો પરિચય અને ભૂમિકાનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સ્વયંસેવકો દ્વારા ૧૨ જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિત્ત્।ે 'હર ગાંવ શાખા'નું તથા 'સેવા સપ્તાહ'નું આયોજન કરવામાં આવેલ હતું. એકત્રીકરણનું સમાપન રમશિકભાઈ બાણગોરીયા દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું આયોજન મંડલ પ્રમુખ મયુરભાઈ વેગડા અને અમિતભાઈ અગ્રાવત દ્વારા કરવામાં આવેલ હતું. તથા વ્યવસ્થા સરજુભાઈ માકડિયા અને સુજીતભાઈએ કરેલ હતી.

(10:11 am IST)