Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે જમાઈના હાથે સસરા અને સાળી ની હત્યા : ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામે જમાઈના હાથે સસરા અને સાળી ની હત્યા થતા ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.

          પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢ તાલુકાના સરોડી ગામે રહેતા દામજીભાઈ રામજીભાઇ ચાવડા (ઉ.૫૦) અને તેની પુત્રી સોનલબેન દામજીભાઇ ચાવડા (ઉ.૨૨), ઉષાબેન દામજીભાઈ ચાવડા અને લલિત દામજીભાઈ ચાવડા ઉપર તેના જમાઈ હિતેશ ભરતભાઈ કોરડીયા એ કોઈ કારણસર હથિયારોથી હુમલો કર્યો હતો.

              જેમાં દામજીભાઈ રામજીભાઇ ચાવડા (ઉ.૫૦) અને તેની પુત્રી સોનલબેન દામજીભાઇ ચાવડા (ઉ.૨૨) નું ગંભીર ઇજા થવાથી રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યાં બંનેના મોત નિપજયા હતા.જયારે  તેમના સાસુ અને સાળાને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

        પોલીસે હત્યા કરનાર જમાઈ હિતેશ ભરતભાઈ કોરડીયા ની ધરપકડ કરી છે આ બનાવથી થાનગઢ પંથક માં ખળભળાટ મચી ગયો છે.

(7:58 pm IST)