Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં શંકાસ્પદ વહાણ-બોટની હિલચાલ ? એટીએસ સહિત સુરક્ષા એજન્સીઓની ટીમોના ધામા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા દરીયામાં શંકાસ્પદ બોટ-વહાણની હીલચાલ થઈ રહી હોવાની ભારે ચર્ચા ઉઠી છે. જેને લઈને એટીએસ સહિત સુરક્ષા એજન્સીઓની ટીમો સલાયા બંદરે આવી પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છેઃ ગઈરાતથી જ સુરક્ષા એજન્સીઓએ ધામા નાખતા સલાયા બંદરે ભારે ચર્ચા જાગી છેઃ વહાણ કે બોટમાં શંકાસ્પદ હીલચાલના સંકેતો મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યુ છેઃ વધુ વિગતો મેળવાઈ રહી છે

(4:22 pm IST)