Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જંગલી જાનવરોના ત્રાસથી બચી શકાશે ખેડૂતોને રાહત મળશેઃ માનસિંહ પરમાર

ગિરસોમનાથ જિલ્લાના ૧૦૯ ગામોમાં સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાતા આભાર વ્યકત

(દેવાભાઈ રાઠોડ) : પ્રભાસપાટઃ ઉના ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બીજા તબકકામાં ૧૦૯ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાના શુભારંભ કરવામાં આવેલ હતો. તે બદલ ગીરસોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમારને જુનાગઢ- સોમનાથનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરેલ હતો.

આ કિસાન સુર્યોદય યોજનાને આવકારતા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમારે જણાવેલ કે ગીરસોમનાથ ઘણા ગામો દરીયા વિસ્તારમાં તેમજ જંગલ વિસ્તારને મડીને આવેલા છે. જેના કારણે જંગલી જનાવરો વાડી વિસ્તારમાં સતત આટા ફેરામારી રહેલ છે. જેથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બનેલ હતી. કારણે રાત્રીનાં સમયે જીવનાં જોખમને પાણી વાળવામ જવુ પડતું હતું અને ખેડૂતોની ઘણા સમયથી દિવસે વિજળી આપવાની માંગણી હતી અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ખેડૂતોની વેદનાને ધ્યાને લઈ અને ગીરસોમનાથ જીલ્લાનાં ૧૦૯ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ કરાવેલ. જેથી ખેડૂતો દિવસે પોતાના ખેતરોમાં પાણી વાળી શકશે અને જંગલી જનાવરોનાં ત્રાસથી બચી શકશે. આ યોજના શરૂ થતાં ગીર- સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનેલ છે. જે તસ્વીરમાંર્ નજરે પડે છે.

(3:05 pm IST)