Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કેબીનેટ મંત્રી હકુભાએ સોમનાથ દાદાના પવિત્ર દર્શન કર્યા

કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૌના કલ્યાણની મંત્રીશ્રીએ કરી પ્રાર્થના

પ્રભાસ પાટણઃ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કુટીર ઉદ્યોગ મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સૌના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મંત્રીશ્રીએ સોમનાથ મહાદેવને દેશવાસીઓને કોરોના વાયરસથી મુકિત મળે તેમજ કોરોના ચેપનો વ્યાપ વધુ ન ફેલાય તેવી પ્રાર્થના સાથે દર્શન-મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(3:04 pm IST)