Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કચ્છમાં ભર બપોરે ગાઢ ધુમ્મસ-સૂરજદાદા થયા અલોપ : માઉન્ડ આબુ જેવો માહોલ છવાયો

(ભુજ) આજે કચ્છમાં શીત લહેર સાથે સૂર્ય દેવતા અલોપ થઈ ગયા હતા. આ તસવીર ભુજ શહેરની બપોરે ૧૨ વાગ્યાના મધ્યાહ્નની છે. ભર બપોરે પણ ગાઢ ધુમ્મસનો ભરડો જોવા મળી રહ્યો છે. હજી જે રીતે શીત લહેરની આગાહી છે, તે જોતાં લાગે છે કે, કચ્છમાં હજીયે ઠંડી વધશે. કચ્છ જાણે માઉન્ટ આબુ જેવો માહોલ સર્જાયો હોય એવી ચર્ચા સાથે યુવાનોએ ધુમ્મસ અને ઠંડક ભર્યા વાતાવરણની મોજ માણી હતી.(તસ્વીરઃ અહેવાલ : વિનોદ ગાલા, ભુજ)

(12:39 pm IST)