Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ઠંડીની સાથે ઝાકળ પણ વધીઃ ગિરનાર પર્વતે ૪.૬ ડીગ્રી

રાજકોટમાં આજે ૧૦.૭ થતા રાહત થઇ પણ બરોબરીમાં આવેલ પોરબંદરમાં બીજા દિ'એ પણ ૯.૬ ડીગ્રીઃ નલિયા ૭.૮, કેશોદ ૮.ર, જામનગર-૯.પ, જુનાગઢ-૯.૬ ડીગ્રી ઠંડીઃ રાહત છતાં હજુ પણ લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા છે

રાજકોટ, તા. ૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર કડકડતી ઠંડીનો માહોલ યથાવત છે. આજે સતત બીજા દિવસે ઠંડીની સાથોસાથ ઝાકળવર્ષાનો વહેલી સવારના સમયે અનુભવ થયો છે.

આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૪.૬ ડિગ્રી નોંધાયુ છે.

જ્યારે નલીયામા ૭.૮, કેશોદ ૮.૨, જામનગર ૯.૫, જૂનાગઢ ૯.૬, રાજકોટમાં ૧૦.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

રાજકોેટમાં લઘુતમ તાપમાનનો પારો સામાન્ય ઉંચે ચડતા ઠંડીમાં સામાન્ય રાહત છે તેમ છતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકો ગરમ વસ્ત્રોના સહારે ઘરની બહાર નિકળે છે. પોરબંદર દરીયા કિનારે આજે સતત બીજા દિવસે લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયુ હતું.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢઃ સોરઠના તાપમાનમાં આજે આંશિક વધારો થયો હતો પરંતુ ઠંડીની સાથે કાતિલ ઠાર પણ ભળતા લોકો ઠુઠવાય ગયા હતા.

ગઈકાલે જૂનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૮.૭ ડિગ્રી નોંધાયા બાદ આજે તાપમાન વધીને ૯.૬ ડિગ્રીએ સ્થિર થયુ હતું. તાપમાન વધવા છતા આજે લોકોને ઠંડીમાં કોઈ રાહત મળી ન હતી. ગિરનાર પર્વત ખાતે ૪.૬ ડિગ્રી કાતિલ ઠંડી અનુભવાઈ હતી. ગિરનાર પર પણ ઠંડીની સાથે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ બર્ફીલુ થઈ ગયુ હતું.

જૂનાગઢના વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૮૧ ટકા રહેતા ઠારનું આક્રમણ થયુ હતુ આજે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૯ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૨૪.૫ મહત્તમ, ૯.૫ લઘુતમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૩.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર         

લઘુત્તમ

તાપમાન

અમદાવાદ

૧૩.૫

ડિગ્રી

ડીસા

૧૧.૬

,,

વડોદરા

૧૬.૦

,,

સુરત

૧૭.૨

,,

રાજકોટ

૧૦.૭

,,

ગિરનાર પર્વત

૪.૬

,,

કેશોદ

૮.૨

,,

ભાવનગર

૧૪.૬

,,

પોરબંદર

૯.૬

,,

વેરાવળ

૧૩.૧

,,

દ્વારકા

૧૫.૦

,,

ઓખા

૧૭.૦

,,

ભુજ

૧૧.૦

,,

નલીયા

૭.૮

,,

સુરેન્દ્રનગર

૧૨.૦

,,

ન્યુ કંડલા

૧૨.૬

,,

કંડલા એરપોર્ટ

૧૧.૦

,,

અમરેલી

૧૧.૨

,,

ગાંધીનગર

૧૨.૦

,,

મહુવા

૧૩.૭

,,

દિવ

૧૨.૫

,,

વલસાડ

૧૧.૫

,,

જામનગર

૯.૫

''

જૂનાગઢ

૯.૬

''

વલ્લભ વિદ્યાનગર

૧૩.૬

,,

(11:31 am IST)