Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

બરડા ડુંગરમાં સિંહના પુનઃ વસવાટ માટે નર માદાની ૨ જોડી મુકયા બાદ હજુ સિંહ પરિવારમાં વંશવૃધ્ધિની ખાસ પ્રગતિ નહી

નર માદાની જોડી મુકયાની શરૂઆતમાં નર સિંહનું મૃત્યુ : વંશ વેલાની વૃધ્ધિમાં બાળ સિંહનું પણ મરણ થયેલ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૫ : ત્રેતા યુગ મર્યાદા પુરુષોત્તમ રામનો અવતાર દ્વાપર યુગ યોગેશ્વર શ્રી કૃષ્ણનો અવતાર આ બંને યુગ માં એક સમન વય જોવા મળે છે. ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે રાવણ સાથે યુદ્ઘ કરી શ્રીલંકા (આજનું શિલોન)માં રાવણનો નાશ કરી અને વિભીષણને ગાદી સોંપી જયારે દ્વાપર યુગ કૃષ્ણ અવતાર યુગમાં મહાભારત નું યુદ્ઘ ખેલાણું જે ૧૮ દિવસ નું હતું. કૌરવો કુળનો નાશ કર્યો ત્યારથી ત્યારથી બરડા ડુંગરનું અસ્તિત્વ બતાવે છે સાથો સાથ ગિરનારનું પણ અસ્તિત્વ પણ બતાવવામાં આવ્યું છે.

હિમાલય સાથે આ બંને પર્વતોનું અસ્તિત્વ હોવાનું પણ જણાઈ આવે છે ૨૬ કિલોમીટરની આસ પાસ બરડો ડુંગર પથરાયેલ છે તે વિકાસ માંગે છે જે રીતે ગીર અભયારણ્યનો સરકાર ધ્યાન આપી વિકાસ કરે છે. તે રીતે સરકારે લાખો રૂપિયા ખર્ચી બરડા અભ્યાણ્યનો પણ વિકાસ હાથ ધર્યો છે ગીરમાં પણ એશીયાના સિંહની વસાહત ધરાવે છે જયારે પ્રાચીનકાળમાં  સંશોધક દ્વારા પુરાવા મેળવામાં આવેલ છે કે સિંહની વસાહત બરડા ડુંગરમાં પ્રાચીન સમયમાં હતી એક ગામમાં પાદરમાં સિંહને સમાધિ પણ અપાયેલ છે અને તેની સમાધિ ઉપર સિંહ પંજાનું નિશાન છે ગીર અભયારણ્યમાં સિંહની વસ્તી ટૂંક સમયમાં વિકસિત બની જયારે બરડા અભ્યાણ્યમાં છેલા ૧૦ વર્ષથી સિંહની વસાહત વસાવા સરકાર પ્રયત્ન સીલ બની છે પરંતુ , છેલ્લા પાંચ વર્ષમાં બે જોડી સિંહની એટલે કે (૨ નર અને ૨ માદા) એટલે કે જોડી મુકવામાં આવેલી અને તેનો વસ્તી વધારો પણ થયેલો ગમે તે કારણસર એક નર સિંહનું મૃત્યુ થયું. જયારે તેના વંશ વેલાની વૃદ્ઘિમાં બાળ સિંહનું મરણ નોંધાયેલ છે અને તાજેતરમાં જ બરડા અભ્યારણ્યમાં જન્મેલ ત્રણ બાળ સિંહને સકર બાગમાં રક્ષિત કરેલા પરંતુ તેમના પણ મૃત્યુ થયેલ થોડો સમય પહેલા એક સમાચાર આવેલા ગમે તે કારણોસર બરડા ડુંગરમાં જે સિંહની વંશ વૃદ્ઘિ માટે માદા સિંહણ જન્મ આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ બરડા અભ્યારણમાં સિંહ પરિવારને ખોરાક મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે પરંતુ ગમે તે કારણોસર બરડા અભ્યાણ્યમાં વસાવેલ સિંહ પરિવાર આગળ વધી શકતો નથી કયાંક પણ મુશ્કેલી હશે. જોકે આ વિસ્તારનું વાતાવરણ સિંહ પરિવારને સહાનુકૂલ ગણાય છે. સને ૧૯૦૩માં બરડા વિસ્તારમાં સિંહ જોવા મળેલ ત્યાર બાદ લગભગ ૧૧૦ વર્ષ પછી સિંહને વસવાટ માટે બરડા અભ્યારણમાં મુકવામાં આવેલ છે અને એવી રીતે પૂર્ણ વસવાટ કરવામાં આવું રહ્યો છે. પરંતુ આ પરિવાર વંશ વૃદ્ઘિ થાય તે છતાં આગળ વધવા માં જોઈ તેવી પ્રગતિ નથી.

અત્રે ઉલ્લેખનીય છેકે બરડા ડુંગરમાં દીપડાની વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી છે. શહેરી વિસ્તારમાં પણ કયારેક દેખા દે છે. બરડાનો દીપડો કદમાં નાનો છે પરંતુ તાકાત વર અને જનુની ગણાય છે. આ બિલાડી કુળનું પ્રાણી ગણાય છે.

બરડા ડુંગરમાં વિવિધ પક્ષીઓની પણ ઘણી જાત જોવા મળે છે પરંતુ તે જાતની ઓળખ કરવાની જરૂર છે. જે રીતે ગીરની ગાય દૂધ આપવામાં નંબર ૧ ગણાય છે તેવી રીતે બરડા ડુંગરમાંનેસડા બાંધીને રહેનાર માલધારીઓની પાસે જે ભેંસો છે. તે તાકાત વર અને તંદુરસ્ત ગણાય છે અને તેના દૂધમાંથી દહીં અને છાસ વલોવી માખણ કઢાય છે તેનું ઘી સુવિખ્યાત છે પરંતુ બરડા ડુંગરમાં સંશોધન સાથે પ્રકૃતિ પ્રેમીએ ઊંડો રસ લઈ પર્યાવરણ વિકસે અને ગીરના ડુંગરની જેમ વનરાયોથી ભરપુર રહે તે દિશામાં આગળ વધવાની જરૂર છે. તેટલુ જ નહીં પરંતુ ચોમાસા દરમિયાન બરડા ડુંગરમાં કેટલીક કીમતી આયુર્વેદિક ઔષધિઓ ઉગી નીકળે છે. અને આઔષધિઓ અતિ કિંમતી નીકળે છે. જાણકારો ચોમાસા પછી બરડા ડુંગરમાં આવી ઔષધિઓ દવાના ઉપયોગ માટે લઇ જાય છે અને અક્ષીર છે તેને માટે પણ સરકાર દ્વારા ધ્યાન આપવું જરૂરી છે અને આવી ઔષધિઓ જીવંત રહે તે જરૂરી છે અને કેટલાક સંશોધન માટે પણ સરકારે ધ્યાન આપવું જરૂરી છે. અને જીવંત દાન આપે.

એકંદરે બરડા ડુંગરમાં જોઈ તેવું હજી સંશોધન થતું નથી અને લાખો રૂપિયા ખર્ચ્યા છતાં તેનો વિકાસ રૃંધ્યેલો પડ્યો છે પ્રવાસન વિભાગ એ પણ ઊંડાણથી રસ લઈ બરડા ડુંગરની ગોદમાં પ્રકૃતિ પ્રેમી કુદરતી વાતાવરણમાં નો લાભ લઇ શકે તે માટે પ્રવાસી ગૃહ પણ બાંધી વિકાસ કરવો જોઈએ ખંભાળા જળાશય અને ફોદારા જળાશય કુદરતી આ બંને જળાશય ઉપર પ્રવાસન ખાતા એ પ્રવાસી ગૃહ બાંધી કુદરતી બાંધી કુદરતી વાતાવરણ પ્રકૃતિ પ્રેમી મેળવી શકે તેવી વ્યવસ્થાની જરૂર છે.

(11:23 am IST)