Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સરા - થાન રોડ પર બાઇક અકસ્માતમાં એકનું મોત

વઢવાણ, તા.૫: મૂળી તાલુકાના સરાથી થાન તરફ જવાના રસ્તા પર ગત રાત્રીના સમયે બે બાઇક અકસ્માત મા થાનગઢ ના ઇન્દુભા વિજયસિહ સોલંકી ઉ.૩૫ ને ગંભીર ઇજા થતા તેમનુ કરૂણ મૃત્યુ થતા સમગ્ર પંથકમા અરેરાટી ફેલાઇ ગયેલ હતી અન્ય બાઇક સવાર ને પણ ઇજા થતા થાન સરા -૧૦૮ મારફતે થાન દવાખાને ખસેડેલ વધુ સારવાર અર્થે રાજકોટ દવાખાને ખસેડેલ સરા ઓ.પી ના પો.હે.કો રોહિતભાઇ રાઠોડને જાણ થતા તપાસ હાથ ધરેલ છે ઇન્દુભા સરાથી થાન તરફ જતા હતા ત્યારે જેપર અને રાણીપાટ વચ્ચે હિરો હોન્ડા સ્પેલન્ડર અને પ્લેટીના બાઇક સામ સામે અથ ડાતા ગંભીર ઇજા થતા ઇન્દુભા નુ કરૂણ મૃત્યુ થયુ હતુ મિલનસર અને માયાળુ સ્વભાવ ધરાવતા ઇન્દુભા ની સમગ્ર પંથક મા ચાહના હતી તેમના પરિવાર મા પત્ની અને એક પુત્ર સહિત પરિવાર ને કલ્પાત કરતા છોડી ગયા હતા.

(11:22 am IST)