Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ : હોમ કોરોન્ટાઇન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૫ : ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા ઉ.વ. ૮૫ની તબિયત છેલ્લા ત્રણ દિવસથી નાદુરસ્ત હોય તબીબી સારવાર શરૂ કરવામાં આવી હતી દરમિયાન કોરોના રિપોર્ટ કરાતા, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ કોરન્ટાઇન થવા પામ્યા છે.

હાલ તેઓની તબિયત સુધારા પર હોવાનું જણાવાયું હતું રાજકોટ ખાનગી હોસ્પિટલના તબીબો રીબડા ખાતે સારવાર આપી રહ્યા છે મહિપતસિંહ જાડેજાના નિવાસસ્થાન ખાતે જ આઇસીયુ જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા બહોળો મીત્ર વર્ગ ધરાવતા હોય તેઓ કોરોના પોઝિટિવ થતા સગા સ્નેહી મિત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને ટેલિફોનિક, મોબાઇલ ફોન દ્વારા ખબર અંતર પૂછવામાં આવ્યા હતા.

(9:23 am IST)