Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

જામનગરનાં ક્ષમ આયુક્તનાં અધિકારી દ્વારા બાંધકામ સાઇટ પર દરોડા : બાળમંજુરી સામે ફરિયાદ

જામનગર : રાજ્ય અને દેશમાં બાળકોને મજુરી પર રાખવા પર પ્રતિબંધ છે. તેના નિયમો પણ અલગ છે. કાયદાઓ પણ અમલમાં છે. છતાં કેટલાક લોકો ચોરીછુપી નાનીવયના બાળકોને બાળમંજુરી પર રાખી ને કાયદાનો ભંગ કરે છે,  ત્‍યારે જામનગર શ્રમ આયુક્તની કચેરીના અધીકારી દ્વારા ગુરુદ્વારા નજીક શુભ નામની બાંધકામ સાઇટ પર ૧૪ વર્ષથી ઓછી વયના બાળક ને કામ કરાવવામાં આવી રહ્યાની માહિતી પરથી થઇ રહેલ સાઇટના ભાગીદાર મિહિર ભદ્રા વિરુધ્ધ ઘી ચાઇલ્ડ લેબર એમેડમેન્ટ એક્ટ ૧૯૮૬ ની કલમ ૩ હેઠળ ૧૪ વર્ષથી ઓછી ઉંમરના શ્રમયોગીઓને કામે રાખી તેની પાસે કામ કરાવવા સબબ સીટી બી ડીવીઝનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

(10:40 pm IST)