Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મોરબી તાલુકા પોલીસ મથકના લૂંટના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી લીધો

-દિનેશ ઉર્ફે દિનિયાને ઉંચી માંડલ બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લેવાયો

 

મોરબી તાલુકા પોલીસ મથકના લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને રાજકોટ રેંજ ટીમે ઝડપી લઈને તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે

   રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ રેંજની સ્પેશ્યલ સ્કવોડ બનાવવામાં આવી છે જે સ્કવોડના પીએસઆઈ એમ વી પટેલ, મદારસિંહ મોરી અને ભગવાનભાઈ ખટાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા મથકમાં લૂંટના ગુન્હામાં દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી દિનેશ ઉર્ફે દીનીયો મધુભાઈ જખાણીયા રહે રણછોડગઢ તા હળવદ વાળાને ઉંચી માંડલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈને તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે  

(11:40 pm IST)