Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ગોંડલના ભુણાવા નજીકની ફેક્ટરીને બંધ કરવા પોલ્યુશન બોર્ડ દ્વારા નોટિસ

વાહનોના ટાયરો સળગાવી ઓઇલ બનાવવાનો ધીકતો ધંધોઆદરાયો હોવાની જાણ થતા અધિકારીઓ દોડ્યા

    ફોટો bhunava

ગોંડલ તાલુકાના ભુણાવાથી ભરૂડી જતા માર્ગ પર છેલ્લા ઘણા વર્ષથી ગુમનામ ફેક્ટરી દ્વારા ટાયરમાંથી ઓઈલ બનાવી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હોય ગ્રામજનો દ્વારા GPCBને ફરિયાદ કરાતા તંત્ર દ્વારા ફેક્ટરી બંધ કરવા નોટિસ ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભુણાવા પાસેની ગુમનામ ફેક્ટરી દ્વારા વાહનોના ટાયરો સળગાવી ઓઇલ બનાવવાનો ધીકતો ધંધો આદરવામાં આવ્યો હોય જેના પ્રદૂષણના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી ગ્રામજનો દ્વારા લેખિતમાં ફરિયાદ કરાતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દોડી આવ્યા હતા. ગોંડલ પ્રાંત કચેરીના અધિકારીઓને સાથે રાખી નામ-ઠામ વગરની ફેક્ટરીને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી.

(8:06 pm IST)